ETV Bharat / state

નવરાત્રીમાં વરસાદ અડચણરૂપ ન બને તે માટે અહીં ખેલૈયાઓએ કર્યો હવન

author img

By

Published : Sep 28, 2019, 5:15 PM IST

ભરૂચઃ સમગ્ર રાજ્યમાં ફરી મેઘ મહેર યથાવત છે, ત્યારે તમામ ખેલૈયાઓમાં એક પ્રકારે નિરાશા જોવા મળી રહી છે. શહેરમાં ભારે વરસાદને પગલે ગરબા ગ્રાઉન્ડ ધોવાયા છે. જેથી ગરબા આયોજકો અને ખેલૈયાઓએ હવન કરીને ઇન્દ્રદેવને ખમૈયા કરવા પ્રાર્થના કરી હતી.

નવરાત્રીમાં વરસાદ અડચણરૂપ ન બને તે માટે અહીં ખેલૈયાઓએ કર્યો હવન

વિશ્વના સૌથી મોટા નૃત્યોસ્વ નવરાત્રીનો રવિવારથી જ રંગેચંગે પ્રારંભ થવા જઇ રહ્યો છે, ત્યારે મેઘરાજા જાણે અડચણરૂપ બન્યા છે. ગરબાની મજા બગાડવા મેઘરાજાએ કમર કસી હોય તેમ લાગી રહ્યું છે. વરસાદના આક્રમક સ્વરૂપને લઇને ખેલૈયાઓ અને ગરબા આયોજકો પર ચિંતાના વાદળો ઘેરાયા છે. જેના કારણે ભરૂચમાં ગરબા આયોજકો અને ખેલૈયાઓએ ઇન્દ્રદેવને ખમૈયા કરવા માટે હવનનું આયોજન કર્યુ હતું.

નવરાત્રીમાં વરસાદ અડચણરૂપ ન બને તે માટે અહીં ખેલૈયાઓએ કર્યો હવન

તમામ લોકો એકઠા થઇને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર હવનમાં આહુતિ આપી હતી અને નવરાત્રીની મજા ન બગડે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, નવરાત્રી અગાઉ વરસેલા વરસાદને કારણે ગ્રાઉન્ડ પર કાદવ-કીચડનું સામ્રાજ્ય છે, ત્યારે આયોજકો પાણી અને કાદવ-કીચડને દૂર કરવાની કામગીરીમાં લાગ્યા છે. પરંતુ, નવરાત્રીના દિવસોમાં વરસાદ ન પડે તેવી પ્રાર્થના હવન દ્વારા કરવામાં આવી હતી.

Intro:ભરૂચમાં વરસાદ રોકાઈ એ માટે ગરબા આયોજકો અને ખેલૈયાઓએ હવન કર્યો,ઇન્દ્રદેવને રીઝવવાનો પ્રયાસ Body:ભરૂચમાં વરસેલ ભારે વરસાદન ગરબા ગ્રાઉન્ડ ધોવાયા છે ત્યારે ગરબા આયોજકો અને ખેલૈયાઓએ હવન કરી ઇન્દ્રદેવને ખમૈયા કરવા પ્રાર્થના કરી હતી Conclusion:વિશ્વના સૌથી મોટા નૃત્યોત્સવ નવરાત્રીનો આવતીકાલથી રંગેચંગે પ્રારંભ થઇ રહ્યો છે જો કે નવરાત્રીના ગરબાની મજા બગાડવા મેઘરાજાએ પણ જાણે કમર કસી છે અને અનરાધાર વરસાદ વરસી રહ્યો છે.વરસાદના આક્રમક સ્વરૂપે ખેલૈયાઓ અને ગરબા આયોજકોના લલાટે ચિંતાની લકીર ખેંચી છે ત્યારે મેઘરાજા ખમૈયા કરે એ માટે ભરૂચમાં આયોજકોએ ગરબા ગ્રાઉન્ડ પર હવન કર્યો હતો.શાસ્ત્રોક્ત વિધિ અનુસાર હવનમાં આહુતિ આપવામાં આવી હતી અને વરસાદ નવરાત્રીની મજા ન બગાડે એ માટે પ્રાર્થના કરવામાં આવી હતી નવરાત્રી અગાઉ વરસેલા વરસાદના કારણે ગરબા ગ્રાઉન્ડ પર કાદવ કીચડનું સામ્રાજ્ય છે ત્યારે આયોજકો પાણી અને કાદવ કીચડ હટાવવાની કામગીરીમાં જોતરાયા છે પરંતુ નવરાત્રીના દિવસોમાં વરસાદ ન પડે એવી પ્રાર્થના હવન દ્વારા કરવામાં આવી હતી
બાઈટ
કુંજ જોશી-ખેલૈયા
આયુષી મોદી-ખેલૈયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.