મેડિકલ કોલેજમાં એડમિશન અપાવવાના બહાને કરાઈ ઠગાઇ
ભરૂચ બી ડિવિઝનના પોલીસે આરોપીઓની કરી ધરપકડ
ઝડપાયેલા આરોપીઓ વિરુદ્ધ દેશના અલગ-અલગ રાજ્યોમાં આ પ્રકારના 6થી 7 ગુના નોંધાયા છે
ભરૂચ: મેડિકલ કોલેજમાં એડમિશન અપાવવાના બહાને વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરતાં બે આરોપીની ભરૂચ બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં રહેતા આદમ પટેલના પુત્ર મોહસીનને મેડિકલ કોલેજમાં એડમિશન જોઈતું હોવાથી તેઓ લવ ગુપ્તા નામના શખ્સના સંપર્કમાં આવ્યા હતા. લવ ગુપ્તાએ મુંબઈની લોકમાન્ય તિલક મેડિકલ કોલેજમાં એડમિશન અપાવવાના બહાને આદમ પટેલ પાસે રૂપિયા 43 લાખ પડાવ્યા હતા.

પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે શરૂ કરી તાપસ
આ અંગે આદમ પટેલે માર્ચ માહિનામાં ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસે લવ ગુપ્તા અને લોકમાન્ય તિલક મેડિકલ કોલેજના પૂર્વ ડે.ડિન ડો.રાકેશ વર્માની ધરપકડ કરી છે. તેઓની પૂછતાછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો.
