ETV Bharat / state

પૂર્વ પ્રધાન ખુમાનસિંહ વાસીયાને સતાવે છે હિંસક હુમલાનો ભય, CM પાસે કરી સુરક્ષાની માગ - ભરૂચ

પૂર્વ પ્રધાન ખુમાનસિંહ વાસીયાએ તેમના પર હિંસક હુમલાની શક્યતા વ્યક્ત કરતા ચકચાર મચી છે. વાગરા પંથકમાં જીઆઈડીસીએ કરેલી જમીન સંપાદનની પ્રક્રિયામાં કથિત કૌભાંડ અંગે અવાજ ઉઠાવતા હુમલાનો ડર વ્યક્ત કર્યો છે.

Bharuch News
પૂર્વ પ્રધાન ખુમાનસિંહ વાસીયાએ તેમના પર હિંસક હુમલાની શક્યતા વ્યક્ત કરી
author img

By

Published : Dec 11, 2020, 10:09 AM IST

  • વાગરા પંથકમાં જીઆઈડીસીએ કરેલી જમીન સંપાદનની પ્રક્રિયામાં કથિત કૌભાંડ અંગે અવાજ ઉઠાવતા હુમલાનો ડર વ્યક્ત કર્યો
  • જીઆઇડીસીના ઉચ્ચ અધિકારીઓ સામે આક્ષેપ
  • સીએમને રજુઆત કરી સુરક્ષાની માગ કરાઈ

ભરૂચઃ ભાજપમાંથી ચૂંટણી લડી પ્રધાન બનેલા અને ગત્ત વિધાનસભાની ચૂંટણીમાં જંબુસર બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવનારા ખુમાનસિંહ વાસીયાએ પોતાના પર હિંસક હુમલાનો ડર વ્યક્ત કર્યો છે. તાજેતરમાં ખુમાનસિંહ વાસીયા દ્વારા સરકાર દ્વારા કરાતી જમીન સંપાદન પ્રક્રિયામાં કથિત કૌભાંડ અંગે અવાજ ઉઠાવ્યો હતો. ભરૂચના વાગરા તાલુકામાં જીઆઈડીસી દ્વારા જમીન સંપાદન કરવામાં આવી હતી. જેમાં જીઆઈડીસીના અધિકારીઓની મિલી ભગતથી ગરીબ અને આદિવાસી ખેડૂતોને અંધારામાં રાખી મળતીયાઓને સસ્તા ભાવે જમીન આપી દઈ મોટા પાયે ભ્રષ્ટાચાર આચરાયો હોવાનો તેઓએ આક્ષેપ કર્યો હતો, ત્યારે હવે ખુમાનસિંહ વાસીયાએ તેમના પર હિંસક હુમલાની શક્યતા વ્યક્ત કરી છે.

પૂર્વ પ્રધાન ખુમાનસિંહ વાસીયાએ તેમના પર હિંસક હુમલાની શક્યતા વ્યક્ત કરી
જીઆઇડીસીના મોટા અધિકારીઓની સંડોવણી: ખુમાનસિંહ વાસીયા
આ અંગે પૂર્વ પ્રધાન ખુમાનસિંહ વાસીયાએ જણાવ્યું હતું કે, આ કૌભાંડમાં જીઆઈડીસીના એમ.ડી સહિતના મોટા અધિકારીઓની સંડોવણી છે. આ બાબતે કિસાન સંઘના ભરૂચ જિલ્લાના પ્રમુખ અજીતસિંહ રાજ, એડવોકેટ મહેશ પરમાર અને તેઓ દ્વારા કાયદાકીય લડત લડવામાં આવી રહી છે, ત્યારે તમામનું મોઢું બંધ કરાવવા તેમના પર હિંસક હુમલો થઈ શકે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને પત્ર લખી સુરક્ષાની માગ કરવામાં આવી છે.
અગાઉ ખુમાનસિંહ વાસીયાએ ગુજરાતમાંથી દારૂ બંધી હટાવવાની માગ કરી હતી
આ અગાઉ ખુમાનસિંહ વાસીયાએ ગુજરાતમાંથી દારૂ બંધી હટે તો લોકોને સારો દારૂ પીવા મળે એવું એક નિવેદન આપ્યું હતું. આ અંગે જણાવ્યું હતું કે, ગુજરાતમાં દારૂ બંધીના કારણે ખરાબ ક્વોલિટીનો દારૂ બને છે અને પોલીસની મિલીભગતથી દારૂ વેચાઈ છે. ખરાબ ક્વોલિટીના દારૂના કારણે લઠ્ઠા કાંડ થાય છે અને લોકોએ જીવ ગુમાવવાનો વારો આવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.