ETV Bharat / state

ગુજરાતમાં સૌ પ્રથમવાર ભગવાન જગન્નાથની રથયાત્રાનો ફુરજા બંદરેથી પ્રારંભ થયો - port of phurja in bharuchi

ભરૂચમાં રથયાત્રાનો 250 વર્ષ જૂનો ઇતિહાસ છે. 17મી સદીમાં નર્મદાના કિનારે ફુરજા બંદર પાસે ભગવાન જગન્નાથના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં સન 1878 માં સૌપ્રથમ તત્કાલીન મહંત નરસિંહદાસે રથયાત્રા શરૂ કરવાની ઈચ્છા વ્યકત કરી(Jagannath Rathyatra 2022)હતી. છેલ્લા 250 વર્ષોથી સતત અહીં ભોઈ પંચ દ્વારા અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે.

ગુજરાતમાં સૌ પ્રથમવાર ભગવાન જગન્નાથની રથયાત્રાનો ફુરજા બંદરેથી પ્રારંભ થયો

author img

By

Published : Jun 30, 2022, 8:48 PM IST

ભરૂચ: શહેરમાં રથયાત્રાનો 250 વર્ષ જૂનો ઇતિહાસ છે. ભરૂચમાં 17મી સદીમાં નર્મદાના કિનારે ફુરજા બંદર પાસે (Furja port of Bharuch)ભગવાન જગન્નાથના મંદિરનું નિર્માણ કરાયું હતું. અહીં દર વર્ષે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા (Jagannath Rathyatra in Bharuch)કાઢવામાં આવે છે. મંદિરની સ્થાપના અંગે ભોઈ જાય જ્ઞાતિના અતિ વયોવૃધ્ધો પાસેથી મળતી માહિતી (Jagannath Rathyatra 2022)મુજબ, ફુરજા બંદર 52 વર્ષોથી ભોઈ સમાજના લોકો મજુરી તથા અન્ય કામ કરતા હતા. અહીં વિશાળ સાગર જેવો માતા નર્મદાનો પ્રવાહ વહેતો હતો. દેશ - વિદેશના મોટા મોટા વહાણો અહી લાંગરતા હતા.

રથયાત્રા

આ પણ વાંચોઃ Jagannath Rathyatra 2022 : શ્રદ્ધાળુઓ રથયાત્રામાં ભુલી ન જતાં નહિતર ભોગવવું પડશે !

ભગવાન જગન્નાથજીનું મંદિર બનાવવાનું નક્કી કર્યું - ફુરજા બંદરે ભોઈ સમાજના લોકો કામ કરતા અને બપોરના સમયે હાલ જયાં જગન્નાથનું મંદિર છે, ત્યાં ભોજન બાદ આરામ(first time in Gujarat Rath Yatra) કરતા હતા. ઓરિસ્સાથી આવતા જહાજોમાં ત્યાંથી મજુરો તથા વેપારીઓ અવાર નવાર ભરૂચ આવતા હતા. તેઓના સંપર્કમાં ભોઈ સમાજનાં લોકો પણ આવ્યા શ્રધ્ધાળુઓએ ભેગા થઈ ઓરિસ્સાવાસીઓની મદદથી ભોઈ જ્ઞાતીના કર્મચારીઓએ અહીં ભગવાન જગન્નાથજીનું મંદિર બનાવવાનું નક્કી કર્યું.

ભરૂચમાં સૌપ્રથમ વખત ફુરજાબંદરથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી - અહીં નાળિયેરનો વેપાર ધમધોકાર ચાલતો હતો. નાળિયેરના છોડાના મિશ્રણમાંથી ભગવાન જગન્નાથની પ્રતિમા બનાવવા આવી એવી લોકવાયકા છે. આમ ભગવાન બલરામ, બહેન સુભદ્રા તથા ભગવાન કૃષ્ણની ભવ્ય પ્રતિમાઓ તૈયાર થઇ અને પછી ત્યાં મંદિર બનાવવામાં આવ્યું છે. ભરૂચમાં ભોઇ સમાજ દ્વારા દર અષાઢી બીજે જગન્નાથ પુરીની જેમ જ રથયાત્રા નીકળે છે. અમદાવાદ પહેલા ભરૂચમાં સૌપ્રથમ વખત ફુરજાબંદરથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હોવાની લોકવાયકા છે. છેલ્લા 250 વર્ષોથી સતત અહીં ભોઈ પંચ દ્વારા અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. જેમાં ત્રણ રથમાં ભગવાન જગન્નાથ , ભાઇ બલરામ અને બહેન સુભદ્રાને બિરાજમાન કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ jagannath rathyatra 2022 : આવતીકાલે રંગેચંગે નીકળશે 145મી રથયાત્રા, એક જ ક્લિકમાં એ બધું જ જાણો જે મહત્ત્વનું છે

અમદાવાદની પ્રથમ રથયાત્રા ભરૂચના ખલાસીઓએ રથ બનાવ્યા - અમદાવાદમાં સન 1878 માં સૌપ્રથમ તત્કાલીન મહંત નરસિંહદાસે રથયાત્રા શરૂ કરવાની ઈચ્છા વ્યકત કરી હતી. આ વાતની જાણ થતા ભરૂચના ખલાસી ભાઈઓએ તે સમયે સૌપ્રથમ રથયાત્રા માટે નાળીયેરના લાકડામાંથી ત્રણ સુંદર રથ બનાવી મહંત નરસિંહદાસજીને ભેટ ધર્યા હતાં. જેમાં ભગવાન જગન્નાથજીને બિરાજમાન કરી સૌપ્રથમ રથયાત્રા નીકળી હતી.

પુત્રોને રથ ખેંચવાની જવાબદારી આપવા વિનંતી કરી - ભકતોમાં જગન્નાથના ભરૂચની એક ખલાસી મહિલાએ સન 1878 માં અમદાવાદના તત્કાલિન મહંતને વિનંતી કરી હતી કે , રથયાત્રાના દિવસે ભરૂચના ખલાસીઓ દ્વારા બનાવવામાં આવેલા ત્રણેય રથ ખેંચવાની સેવા અમારા ખલાસી પુત્રોને સોંપો જે વિનંતી મહંતે માન્ય રાખી હતી. ત્યારથી જ અમદાવાદ સહિતની દેશમાં નીકળતી તમામ રથયાત્રામા ભગવાન જગન્નાથનો રથ ખેંચવાની જવાબદારી ખલાસી ભાઇઓ નિભાવે છે. ભગવાન જગન્નાથજીની મૂર્તિ 16 વર્ષના હર્ષ વ્યાસ નામનો બાળક બનાવે છે. છેલ્લા પાંચ વર્ષથી હર્ષ વ્યાસ સહિતના બાળકો ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને મોટાભાઈ બલરામની મુર્તિ બનાવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.