ETV Bharat / state

Bharuch Accident: હાંસોટના અલવા ગામ નજીક બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ચાર મહિલા સહિત પાંચના મોત - Bharuch ccident

હાંસોટ નજીક બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. તેમાં ચાર લોકોના મોત નીપજ્યા છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. 108 દ્વારા મૃતકોને પોસ્ટમોર્ટમ માટે અને ઘાયલોને સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

હાંસોટના અલવા ગામ નજીક બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત ચાર મહિલા સહિત પાંચના મોત

author img

By

Published : Aug 17, 2023, 10:08 AM IST

Updated : Aug 17, 2023, 10:29 AM IST

હાંસોટના અલવા ગામ નજીક બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત ચાર મહિલા સહિત પાંચના મોત

ભરૂચ: જિલ્લાના હાંસોટ તાલુકાના અલવા ગામ નજીક બે કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં ત્રણ મહિલા સહિત કુલ 5 લોકોના મોત નિપજ્યા હતા. બનાવની જાણ થતાની સાથે જ હાંસોટ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. કારમાં ફસાયેલ એક બાળકને હેમ-ખેમ બહાર કાઢી તેનો જીવ બચાવ્યો હતો. અકસ્માતમાં ચાર મહિલા તેમજ એક પુરુષનું મોત નીપજ્યું છે. હાંસોટ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બે કાર હ્યુન્ડાઈ વેન્યુ – GJ16DG 8381 અને વર્ના – GJ 06 FQ 7311 વચ્ચે અકસ્માત

પોલીસે નોંધેલી ફરિયાદ અનુસાર: ભરૂચના હાંસોટમાં અલવા ગામ પાસે બે કાર હ્યુન્ડાઈ વેન્યુ અને વર્ના વચ્ચે ધડાકાભેર ટક્કર થઈ હતી. અકસ્માતગ્રસ્ત કારમાં એક કાર હિરેન્દ્ર સિંહની હ્યુન્ડાઇ વેન્યુ હતી. જ્યારે બીજી કાર ભરૂચના રેડીમેઈડ ગારમેન્ટના વેપારી ઇક્રામ ભાઈની માલિકીની વરના હતી. વર્નામાં ઇકરામના મોટા ભાઈ ઈમ્તિયાઝ, તેમની પત્ની, દીકરી, અને ઇકરામભાઈની પત્ની અને તેમની બે દીકરી હતા. જ્યારે નાની બાળકીનો બચાવ થયો છે. તો વેન્યુ કારમાં સવાર લોકોનો આબાદ બચાવ થયોની માહિતી મળી રહી છે.

અકસ્માત સ્થળે લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા

એરબેગ ખુલી જતા બચી ગયા: બન્ને કાર વળાંક પર સામ સામે ધડાકાભેર અથડાતા 2022 ની નવી વેન્યુ કારમાં એર બેગ ખુલી જતા અંદર સવાર લોકોના જીવ બચી ગયા હતા. જ્યારે વર્ના 2013 નું મોડલ હતું. તેના આગળના અડધા ભાગનો કૂચડો બોલી ગયો હતો. સ્થાનિકો અને માર્ગ પરથી પસાર થતા અન્ય વાહનચાલકોએ ભેગા થઈ રાહત બચાવ સાથે ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. જે બાદ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અલવા ગામ પાસે અવાર નવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોવાથી તંત્ર દ્વારા પણ યોગ્ય પગલાં લેવાની જરૂર વર્તાઈ છે.

મૃતકોના નામ:

  1. ઈમ્તિયાઝ અહેમદ પટેલ ઉ.વ. 62, મુસ્લિમ સોસાયટી ભરૂચ.
  2. અલ્મા ઈમ્તિયાઝ પટેલ ઉ.વ. 55, (પત્ની).
  3. મારીયા દિલાવર પટેલ ઉ.વ. 28 , જંબુસર (દીકરી).
  4. આફીકા સફવાન અફીની, ઉ.વ. 28, રહે સાઉદી અરબ, હાલ ભરૂચ (દીકરી).
  5. જમીલા ઇકરામ પટેલ ઉ.વ.48, સોહેલ પાર્ક ( નાના ભાઈની પત્ની).
  1. Patan Accident News : પાટણના બાલીસણા નજીક ટ્રક અકસ્માત, ટ્રક ચાલકને રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો
  2. Banaskantha News: પાલનપુર અંબાજી હાઈવે પર બે બાઈક વચ્ચે થયો ગમખ્વાર અકસ્માત, એક વ્યક્તિનું મોત, બે ઘાયલની હાલત ગંભીર

Last Updated : Aug 17, 2023, 10:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.