ઉલ્લેખનીય છે કે, તંત્ર દ્વારા ખૂંટા લગાવી માછીમારી કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, પરંતુ આવા તત્વો સામે કોઈ જ કાર્યવાહી ન કરાતી હોવાના આક્ષેપ સાથે માછીસમાજનાં સભ્યો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા.
માછીસમાજ દ્વારા પ્રતિકરૂપે કલેક્ટર કચેરીમાં ખૂંટા સાથે જાળ લગાવી વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન ધોધમાર વરસાદ વરસતા ચાલુ વરસાદે પણ માછીસમાજના સભ્યોએ વિરોધ પ્રદર્શન યથાવત્ જ રાખ્યું હતું. આ દરમિયાન તેમના વિરોધને થાળે પાડવા માટે પોલીસના જવાનોને પણ ખડકી દેવામાં આવ્યા હતા.