ETV Bharat / state

પાનોલીની પાર્થ કેમિકલ કંપનીમાં આગ, કોઈ જાનહાનિ નહીં - પાનોલી

ભરૂચના પાનોલી ખાતે આવેલી પાર્થ કેમિકલ કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સોલ્વન્ટ રિકવરી પ્લાન્ટમાં ભીષણ આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી. આ બનાવની જાણ થતા ફાયર ફાઇટર્સ ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ આગ લાગવાની ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.

પાર્થ કેમિકલ કંપની
પાર્થ કેમિકલ કંપની
author img

By

Published : Sep 23, 2020, 10:51 PM IST

ભરૂચ : પાનોલી GIDCમાં આવેલી પાર્થ કેમિકલ કંપનીમાં રાતના અરસામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. પ્લાન્ટમાં મોટી માત્રામાં સોલ્વન્ટ હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જો કે, સદનસીબે આ આગ દુર્ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ ન હતી.

મળતી વિગતો અનુસાર પાનોલી GIDCમાં આવેલી પાર્થ કેમિકલ કંપનીમાં રાત્રે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. કંપનીમાં ઉત્પાદન પ્રક્રિયા ચાલુ હતી. જે દરમિયાન અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી હતી. કંપનીમાં મોટી માત્રામાં સોલ્વન્ટનો જથ્થો હતો. આ કંપની સોલ્વન્ટ રિકવરી કરે છે, જેથી જ્વલનશીલ સોલ્વન્ટનો જથ્થો મોટી માત્રામાં સ્ટોર કરેલો હતો. જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

આગના કારણે આસપાસની કંપનીઓમાં પણ દહેશતનો માહોલ જોવા મળ્યો હતો. આ બનાવની જાણ થતા ફાયર ફાઇટર્સ ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આ આગની ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.