ETV Bharat / state

ભરૂચ સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટરમાં થ્રી ઈડિયટસ ફિલ્મી જેવા દ્રશ્યો જોવા મળ્યા - ભરૂચ

ભરૂચની સિવિલ હોસ્પિટલનાં ટ્રોમાં સેન્ટરમાં થ્રી ઈડિયટસ ફિલ્મના દ્રશ્યો જોવા મળ્યા હતા. જેમાં એક યુવાન દર્દીને બેસાડી એકટીવા લઇ ટ્રોમા સેન્ટરમાં ઘુસી ગયો હતો અને દર્દીને તાત્કાલિક સારવાર અપાવવાનો પ્રયાસ કર્યો હતો.

ટ્રોમાં સેન્ટરમાં જોવા મળ્યા થ્રી ઈડિયટસ જેવા ફિલ્મી દ્રશ્યો
ટ્રોમાં સેન્ટરમાં જોવા મળ્યા થ્રી ઈડિયટસ જેવા ફિલ્મી દ્રશ્યો
author img

By

Published : Feb 10, 2020, 7:15 PM IST

ભરૂચ: સિવિલ હોસ્પિટલમાં ગત રાત્રીના ફિલ્મી દ્રશ્યો જોવા મળ્યા હતા. જેમાં થ્રી ઈડીયટસ ફિલ્મમાં અભિનેતા આમિર ખાન તેના મિત્રના બિમાર પિતાને લઇ મોપેડ સાથે હોસ્પિટલમાં પ્રવેશે છે, તેવી જ રીતે ભરૂચ સિવિલ હોસ્પિટલનાં ટ્રોમા સેન્ટર બહાર એક મોપેડ દર્દી સાથે દેખાયું હતું. જેનો વીડિયો પણ વાયરલ થયો છે. આ અંગે તપાસ કરતા સમગ્ર હકીકત બહાર આવી હતી.

ટ્રોમાં સેન્ટરમાં જોવા મળ્યા થ્રી ઈડિયટસ જેવા ફિલ્મી દ્રશ્યો

જુના ભરૂચમાં આવેલા જમિયતરામની ખડકીમાં રહેતા 60 વર્ષીય કિરીટભાઈ પરીખને છાતીમાં દુખાવો થયો હતો. જુના ભરૂચમાં સાંકડી ગલીનાં કારણે એમ્બ્યુલન્સ પ્રવેશી શકે તેવી સ્થિતિ ન હોય માટે સ્થાનિક યુવાનો હિરેન શાહ વૃદ્ધને તેમની એકટીવા પર બેસાડી સિવિલ હોસ્પિટલ ખાતે પહોચ્યા હતા અને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે મોપેડને ટ્રોમા સેન્ટર સુધી લઇ ગયા હતા. યુવાનો દ્વારા વૃદ્ધને તાત્કાલિક સારવાર આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે, તેમનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું.

આ દ્રશ્યો ભલે ફિલ્મી લાગતા હોય, પરંતુ કોઈ વ્યક્તિનો જીવ બચાવવા યુવાનોએ મોપેડ પર દર્દીને લઇ જવાની બતાવેલી સાહસિકતા ખરેખર દાદ માગી લે તેવી છે. તો બીજી તરફ તંત્રએ આ દ્રશ્યો પરથી બોધ લેવો જોઈએ કે, જુના ભરૂચ વિસ્તારના સાંકડા રસ્તાઓને એમ્બ્યુલન્સ જઈ શકે એટલા તો પહોળા કરવા જોઈએ. જેથી કરીને ફરી આવા કોઇ દ્રશ્યો વારંવાર ન જોવા મળે.

Intro:-ભરૂચ સિવિલ હોસ્પિટલનાં ટ્રેમાં સેન્ટરમાં થ્રી ઈડિયટસ ફિલ્મનાં દ્રશ્યો જોવા મળ્યા
-દર્દીનો જીવ બચાવવા તેમોમાં સેન્ટરમાં યુવાન એકટીવા પર દર્દીને લઇ ઘુસ્યો
-તાત્કાલિક સારવાર મળી રહે એ માટે યુવાનનાં પ્રયાસો જો કે દર્દીનું કરુણ મોત
Body:ભરૂચ સિવિલ હોસ્પિટલનાં ટ્રેમાં સેન્ટરમાં થ્રી ઈડિયટસ ફિલ્મનાં દ્રશ્યો જોવા મળ્યા હતા.એક યુવાન દર્દીને બેસાડી એકટીવા લઇ ટ્રોમા સેન્ટરમાં ઘુસી ગયો હતો અને દર્દીને તાત્કાલિક સારવાર અપાવવાના પ્રયાસો કર્યા હતા Conclusion:ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ગત રાત્રીના ફિલ્મી દ્રશ્યો જોવા મળ્યા હતા.થ્રી ઈડીયટસ ફિલ્મમાં અભિનેતા આમીરખાન તેના મિત્રના બીમાર પિતાને લઇ મોપેડ સાથે હોસ્પીટલમાં પ્રવેશે છે એવી જ રીતે ભરૂચ સિવિલ હોસ્પિટલનાં ટ્રોમા સેન્ટર બહાર એક મોપેડ દર્દી સાથે દેખાયું હતું જેનો વિડીયો પણ વાયરલા થયો છે.આ અંગે તપાસ કરતા સમગ્ર હકીકત બહાર આવી હતી જેમાં જુના ભરૂચમાં આવેલ જમિયતરામની ખડકીમાં રહેતા ૬૦ વર્ષીય કિરીટ ભાઈ પરીખને છાતીમાં દુખાવો થયો હતો.જુના ભરૂચમાં સાંકડી ગલીનાં કારણે એમ્બ્યુલન્સ પ્રવેશી શકે એવી સ્થિતિ ન હોય માટે સ્થનિક યુવાનો મનીષ પરમાર અને હિરેન શાહ વૃદ્ધને તેમની એકટીવા પર બેસાડી સિવિલ હોસ્પિટલમાં પહોચ્યા હતા અને તાત્કાલિક સારવાર મળી રહે એ માટે મોપેડને ટ્રોમા સેન્ટર સુધી લઇ ગયા હતા.યુવાનો દ્વારા વૃદ્ધને તાત્કાલિક સારવાર આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જો કે તેમનું મોત નીપજયું હતું
આ દ્રશ્યો ભલે ફિલ્મી લાગતા હોય પરંતુ કોઈ વ્યક્તિનો જીવ બચાવવા યુવાનોએ મોપેડ પર દર્દીને લઇ જવાની બતાવેલી સાહસિકતા ખરેખર દાદ માંગી લે એવી છે તો બીજી તરફ તંત્રએ આ દ્રશ્યો પરથી બોધ લેવો જોઈએ કે જુના ભરૂચ વિસ્તારના સાંકડા રસ્તાઓને એમ્બ્યુલન્સ જઈ શકે એટલા તો પહોળા કરવા જોઈએ જેથી કરી આવા દ્રશ્યો વારંવાર ન જોવા મળે...
બાઈટ
મનીષ પરમાર-યુવાન
જે.ડી.પરમાર-મેડીકલ ઓફિસર ભરૂચ સિવિલ હોસ્પિટલ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.