ETV Bharat / state

અંકલેશ્વરમાં તસ્કરોનો તરખાટ, 11 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર - robbery

અંકલેશ્વર: શહેરમાં Dysp કચેરીથી માત્ર 200 મીટરનાં અંતરે આવેલ એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. અને રૂપિયા 11 લાખની માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતા શહેર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. તો બીજી તરફ GIDC વિસ્તારમાં આવેલ બે મકાનોને પણ તસ્કરોએ નિશાન બનાવ્યા હતા.

અંકલેશ્વર
author img

By

Published : Oct 3, 2019, 9:48 PM IST

અંકલેશ્વરમાં ચોરીના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. એક તરફ જ્યાં પોલીસ નવરાત્રીના બંદોબસ્તમાં વ્યસ્ત જણાઈ રહી છે તો બીજી તરફ તસ્કરોને જાણે મોકળું મેદાન મળી ગયું છે. અંકલેશ્વર શહેરમાં DYSP કચેરીથી માત્ર 200 મીટરના અંતરે આવેલ એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. અંકલેશ્વરના સેલારવાડ નાનાકુભાર વાડમાં રહેતા મહંમદ ફારૂખ પટણી મકાન બંધ કરી કોઈક કામ અર્થે સુરત ગયા હતા.

અંકલેશ્વરમાં તસ્કરોનો તરખાટ, 11 લાખની માલમત્તાની ચોરી કરી ફરાર

એ દરમિયાન તસ્કરો તેમના મકાનમાં ત્રાટકયા હતા અને બેડરૂમમાં મુકેલ પેટી પલંગમાંથી રૂપિયા 5.70 લાખના સોના ચાંદીનાં દાગીના તેમજ 6 લાખ રોકડ રકમ મળી રૂપિયા 11.70 લાખનાં માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.બનાવની જાણ થતા શહેર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. તો બીજીતરફ જીઆઈડીસી વિસ્તારમાં આવેલ બે મકાનોને પણ તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. ત્યારે પોલીસ રાત્રી પેટ્રોલિંગ સઘન બનાવે એ જરૂરી છે.

Intro:નવરાત્રીમાં અંકલેશ્વરમાં પોલીસને દાંડિયા રમાડતા તસ્કરો
- શહેર વિસ્તારમાં ડી.વાય.એસ.પી.કચેરીથી માત્ર 200 મીટરના અંતરે આવેલ બંધ મકાનમાંથી રૂપિયા 11 લાખના માલમત્તાની ચોરી
-તો જીઆઈડીસીમાં બે મકાનોને પણ નિશાન બનાવ્યા
Body:અંકલેશ્વર શહેરમાં ડી.વાય.એસ.પી.કચેરીથી માત્ર 200 મીટરના અંતરે આવેલ એક બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા અને રૂપિયા 11 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા
Conclusion:અંકલેશ્વર શહેરમાં તસ્કરો જાણે તરખાટ મચાવી રહ્યા છે.પોલીસ નવરાત્રીના બંદોબસ્તમાં વ્યસ્ત જણાઈ રહી છે તો બીજી તરફ તસ્કરોને જાણે મોકળું મેદાન મળી ગયું છે. અંકલેશ્વર શહેરમાં ડી.વાય.એસ.પી.કચેરીથી માત્ર 200 મિટરના અંતરે આવેલ એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.અંકલેશ્વરના સેલારવાડ નાનાકુભાર વાડમાં રહેતા મહંમદ ફારૂખ પટણી મકાન બંધ કરી કોઈક કામ અર્થે સુરત ગયા હતા એ દરમ્યાન તસ્કરો તેમના મકાનમાં ત્રાટકયા હતા અને બેડરૂમમાં મુકેલ પેટી પલંગમાંથી રૂપિયા 5.70 લાખના સોના ચાંદીના દાગીના તેમજ 6 લાખ રોકડ રકમ મળી રૂપિયા 11.70 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.બનાવની જાણ થતા શહેર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. તો બીજી તરફ જીઆઈડીસી વિસ્તારમાં આવેલ બે મકાનોને પણ તસ્કરોએ નિશાન બનાવ્યા હતા.અંકલેશ્વરમાં ચોરીના બનાવો વધી રહ્યા છે ત્યારે પોલીસ રાત્રી પેટ્રોલિંગ સઘન બનાવે એ જરૂરી છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.