- દહેજની બિરલા કોપર કંપનીના કર્મચારીએ કરી આત્મહત્યા
- કંપનીની ટાઉનશીપના મકાનમાં ગળે ફાસો લગાવી કરી આત્મહત્યા
- બીમારીથી કંટાળી આત્મહત્યા હોવાનો સ્યૂસાઇડ નોટમાં ઉલ્લેખ
ભરૂચઃ દહેજની બિરલા કોપર કંપનીના કર્મચારીએ ગળે ફાસો લગાવી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી હતી. કર્મચારીએ કંપનીની ટાઉન શીપમાં આવેલા મકાનમાં ગળે ફાસો લગાવી આત્મહત્યા કરી હતી. જ્યારે મૃતદેહ પાસેથી સ્યુસાઇડ નોટ પણ મળી હતી. જેમાં તેઓએ બીમારીથી કંટાળી આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
બિરલા કોપર કંપનીના કર્મચારીએ કરી આત્મહત્યા
દહેજની બિરલા કોપર કંપનીમાં ફરજ બજાવતા મૂળ હરિયાણાના રહેવાસી 46 વર્ષીય વિરેન્દ્ર ચૌધરીએ આત્મહત્યા કરી હતી. મૃતક વિરેન્દ્ર ચૌધરી દહેજ ખાતે આવેલા કંપનીની ટાઉનશીપમાં રહેતા હતા. તેમણે ગળે ફાસો લગાવી આત્મહત્યા કરી હતી. આસપાસના રહીશોને આ અંગે જાણ થતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. દહેજ પોલીસે ઘટના સ્થળે આવી મૃતદેહને નીચે ઉતાર્યો હતો. મૃતક વિરેન્દ્ર ચૌધરી છેલ્લા 17 વર્ષથી ફેફસાના કેસરની બીમારીથી પીડાતા હતા અને તેમનું ઓપરેશન પણ કરવાં આવ્યું હતું જો કે, ત્યાર બાદ પણ તેમની તબિયતમાં સુધારો ન થતાં તેમણે અંતિમવાદી પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે. મૃતકને સંતાનમાં બે પુત્ર છે.
![ભરૂચ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-brc-02-av-sucide-photo-gj10045_04032021145606_0403f_1614849966_85.jpg)
સ્યુસાઇડ નોટ મળી આવી
મૃતક પાસેથી સ્યૂસાઇડ નોટ મળી આવી હતી. જેમાં કોઈને મારી મોતનો જવાબદાર ન ગણવોના ઉલ્લેખ સાથે બીમારીથી કંટાળી આત્મહત્યા કરી હતી હોવાનું જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમના પુત્રોને કોઈ પણ વ્યક્તિ પર વિશ્વાસ ન કરવા જણાવવામાં આવ્યું હતું.
દહેજ પોલીસે તપાસ શરૂ કરી
ખ્યાતનામ કંપનીના કર્મચારીએ આત્મહત્યા કરતા પોલીસ પણ હરકતમાં આવી છે. આ અંગે દહેજ પોલીસના કર્મચારીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા સ્યૂસાઇડ નોટના આધારે તપાસ કરવામાં આવી રહી છે અને પરિવારજનોના નિવેદન પણ લેવામાં આવી રહ્યા છે.