ETV Bharat / state

ભરૂચમાં 50થી વધુની ઉંમરના લોકોને કોરોના વેક્સિન પહોંચાડવા ડોર ટૂ ડોર સર્વે - અંકલેશ્વર

કોરોના વેક્સિનનું પરિક્ષણ જેમ જેમ સફળ થઈ રહ્યું છે તેમ તેમ લોકો સુધી કોરોના વેક્સિન પહોંચાડવાની પણ તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં આરોગ્ય વિભાગે કોરોના વેક્સિનને ધ્યાનમાં રાખી ડોર ટૂ ડોર સરવે હાથ ધર્યો છે. અહીં આરોગ્ય વિભાગ અલગ અલગ ટીમ બનાવી ઘર ઘર સુધી જઈ સર્વે કરાવી રહ્યું છે. આ ટીમ ઘરે ઘરે ફરી 50થી વધુ ઉંમરની વ્યક્તિઓના નામ નોધણી સહિત કોઈ બીમારી છે કે કેમ તે અંગેની માહિતી એકત્રિત કરી રહી છે.

ભરૂચમાં 50થી વધુની ઉંમરના લોકોને કોરોના વેક્સિન પહોંચાડવા ડોર ટૂ ડોર સરવે

author img

By

Published : Dec 11, 2020, 9:16 AM IST

  • ભરુચ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વેકસીન મુદ્દે ડોર ટૂ ડોર સર્વે શરૂ કરાયો
  • ભરૂચ-અંકલેશ્વર શહેર અને તાલુકા તેમ જ જિલ્લા સ્તરે સરવેની કામગીરી પૂર જોશમાં
  • આરોગ્ય વિભાગે ભરૂચમાં 50થી વધુની ઉંમરના લોકોની માહિતી મેળવવા 679 ટીમ બનાવી

ભરૂચઃ કોરોના મહામારી વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે કે કોરોના વેક્સિન ટૂંક સમયમાં આવવાની શક્યતા છે. વેક્સિન આપવા માટે રાજ્યના આરોગ્ય વિભાગે આપેલી સૂચનાને પગલે વિવિધ જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા 50થી વધુ અને 50 વર્ષની નીચેની વ્યક્તિઓનો સરવે હાથ ધર્યો છે અને તેઓ અન્ય રોગ ધરાવતા હોય તો તેઓનો ડેટા બેઝ તૈયાર કરવાના આદેશ કરી દીધા છે. ત્યારે ભરૂચ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વેક્સિન મુદ્દે ડોર ટૂ ડોર સરવેની કામગીરી શરૂ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ટીમ બનાવી ડોર ટૂ ડોર સરવે કરી 50થી વધુની ઉંમરની વ્યક્તિઓના નામ, નોંધણી સહિત કોઈ બીમારી છે કે નહીં તે અંગેની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.

ભરૂચમાં 50થી વધુની ઉંમરના લોકોને કોરોના વેક્સિન પહોંચાડવા ડોર ટૂ ડોર સરવે
ભરૂચમાં 50થી વધુની ઉંમરના લોકોને કોરોના વેક્સિન પહોંચાડવા ડોર ટૂ ડોર સરવે
13 ડિસેમ્બર સુધી સર્વેની કામગીરી ચાલશેભરૂચમાં 13 ડિસેમ્બર સુધી આ ડોર ટૂ ડોર સરવેની કામગીરી કરવામાં આવશે. અને બે અલગ અલગ ડેટા બેઝ તૈયાર કરવામાં આવશે. તો આવી જ રીતે અંકલેશ્વર નગર પાલિકા વિસ્તારમાં શિક્ષકો પણ ડોર ટૂ ડોર સરવેની કામગીરીમાં જોડાયા છે. ભરૂચ જિલ્લામાં વેક્સિન અંગેના ડોર ટૂ ડોર સર્વેમાં 679 ટીમ જોડાઈ છે અને એક ટીમમાં આરોગ્ય વિભાગના એક કર્મચારી અને શિક્ષકનો સમાવેશ કરાયો છે. ભરૂચ જિલ્લામાં કુલ 1358 કર્મચારી જોડાયા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.