ભરૂચ: જિલ્લાના નેત્રંગના ગાંધીબજારમાં રહેતા ભરતભાઇ પટેલનો પુત્ર બ્રિજેશ ઓસ્ટિયોપોરોસિસ નામની બીમારીથી પીડાય છે. બ્રિજેશે પોતાના ઘર પાસે જ આવેલી પ્રાથમિક શાળામાં વર્ષ 2013 સુધી 8 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. જો કે, ત્યારબાદ તેમણે અભ્યાસ છોડી દીધો હતો અને સામાજિક સેવાનું કામ શરૂ કર્યું હતું, પરંતુ આ વર્ષે તેમણે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જેથી યુવાને પરીક્ષા સચિવ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર પાસે કેન્દ્ર બદલી બાબતની અરજી કરી હતી. અરજીને ધ્યાનમાં રાખી બોર્ડે ખાસ કિસ્સામાં બ્રિજેશને નેત્રંગ કેન્દ્રથી પરીક્ષા આપવાની મંજૂરી આપી હતી. જેથી બ્રિજેશે ગુરૂવારે નેત્રંગ કેન્દ્ર પરથી ધોરણ-10નું પ્રથમ પેપર આપ્યું હતું.
ઓસ્ટિયોપોરોસિસની બીમારીથી પીડાતા દિવ્યાંગ યુવાને નેત્રંગમાં ધો-10ની પરીક્ષા આપી - ઓસ્ટિયોપોરોસિસની બીમારી
નેત્રંગમાં ઓસ્ટિયોપોરોસિસની બીમારીથી પીડાતા દિવ્યાંગ યુવાને ધો-10ની પરીક્ષા આપી હતી. આ યુવાને ધોરણ-8 સુધી અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ સમાજિક સેવાનું કાર્ય શરૂ કર્યું હતું, પરંતુ ગુરૂવારે તેમણે ફરીથી અભ્યાસ કરવાની ઈચ્છા દાખવીને ધોરણ 10ના બોર્ડની પરીક્ષા આપી હતી.