ભરૂચઃ જંબુસરના સારોદ ગામના ગૌહત્યાના ગુનામાં સંડોવાયેલા 3 શખસની અટકાયત કરવામાં આવી છે. પાસા હેઠળ આ તમામ આરોપીની અટકાયત કરાઈ છે, જેમાંથી 2 આરોપીઓને રાજકોટની જેલ અને 1 આરોપીને ભાવનગરની જેલમાં મોકલવામાં આવ્યા છે.
જંબુસરના સારોદ ગામના ગૌહત્યાના ગુનામાં સંડોવાયેલા 3 માથાભારે શખ્સની વેડચ પોલીસે પાસા હેઠળ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ પોલીસ દ્વારા અસામાજિક તત્ત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત સારોદ ગામના ત્રણ શખસની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે.
સારોદ ગામમાં રહેતો આસિફ ઉસ્તાદ, ઝહિર દિવાન અને સલિમ ફિંચાની વેડચ પોલીસે અટકાયત કરી હતી. જ્યારે આસિફ ઉસ્તાદ, ઝહિર દિવાનને રાજકોટ જેલ અને સલીમ ફિંચાને ભાવનગરની જેલમાં ધકેલવામાં આવ્યા છે. ત્રણેય શખ્સો સામે વેડચ પોલીસ મથકે ગૌહત્યાનો ગુનો નોધાયો હતો, જે બદલ તેઓ વિરુદ્ધ પાસા એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.