ETV Bharat / state

હાંસોટ તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારના ઘરેથી દેશી દારૂ ઝડપાયો - Hansot taluka panchayat election

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે હાંસોટ તાલુકા પંચાયતની કાંટા સાયણ બેઠક નંબર 6 પર કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવનારા હિરલ વસાવાના પતિ અને કંટીયાજાળ બેઠક 7 પર કોંગ્રેસ પક્ષ તરફથી ઉમેદવારી નોંધાવનારા વિજય વસાવાના ઘરેથી દેશી દારૂ ઝડપાયો હતો.

હાંસોટ તાલુકા પંચાયત
હાંસોટ તાલુકા પંચાયત
author img

By

Published : Feb 20, 2021, 2:54 PM IST

  • કોંગી ઉમેદવારના ઘરેથી દેશી દારૂ ઝડપાયો
  • 8 લીટર દેશી દારૂ મળી આવ્યો
  • હાંસોટ પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચ : સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે હાંસોટ તાલુકા પંચાયતની કાંટા સાયણ બેઠક નંબર 6 પર કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવનારા હિરલ વસાવાના પતિ અને કંટીયાજાળ બેઠક 7 પર કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવનારા વિજય વસાવાના ઘરેથી દેશી દારૂ પકડાયો હતો.

કોંગ્રેસના ઉમેદવારના ઘરેથી ઝડપાયો દેશી દારૂ

હાંસોટ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા, ત્યારે તેમને મળેલી બાતમીના આધારે તાલુકાના રાયમા ગામે રહેતા વિજય વસાવાના ઘરે રેડ કરતા પ્લાસ્ટિકની થેલીમાં રાખેલો 8 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો.

હાંસોટ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ તરફથી નોંધાવી છે ઉમેદવારી

ઉલ્લેખનીય છે કે, વિજય વસાવાએ સ્થાનિક સ્વરાજની તાલુકા પંચાયત ચૂંટણીમાં કંટીયાજાળ બેઠક 7 પર કોંગ્રેસ તરફથી ઉમેદવારી નોંધાવી છે. જ્યારે તેમના પત્ની હિરલ વસાવાએ કાંટા સાયણ બેઠક 6 પર કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી છે. હાંસોટ પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.