ETV Bharat / state

ભરૂચમાં સવારે ધુમ્મસભર્યું વાતાવરણ, હિલ્સ સ્ટેશન જેવો માહોલ સર્જાયો

author img

By

Published : Feb 21, 2020, 12:31 PM IST

ભરૂચમાં સવારના સમયે ગાઢ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું જેના કારણે હિલ્સ સ્ટેશન જેવો માહોલ સર્જાયો હતો. રેલવે વ્યવહાર પણ ખોરવાયો છે. રાજધાની સહિત 5 ટ્રેનનો 20 મિનિટ મોડી પડી હતી.

aaa
સવારના સમયે ગાઢ ધુમ્મસભર્યું વાતાવરણ, હિલ્સ સ્ટેશન જેવો માહોલ

ભરૂચઃ ધુમ્મસ ભર્યા વાતાવરણનાં કારણે રેલવે વ્યવહારને અસર પહોચી હતી. ભરૂચમાં શિયાળો જાણે વિદાય લઇ રહ્યો છે અને મહત્તમ તાપમાનનો પારો ઉંચે ચઢી રહ્યો છે. એવામાં જ સવારના સમયે શહેરે જાણે સફેદ ચાદર ઓઢી લીધી હતી તેવુ લાગે છે.

સવારના સમયે ભરૂચ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. જેના કારણે હિલ્સ સ્ટેશન જેવો માહોલ સર્જાયો હતો. વાતાવરણ વચ્ચે ઠંડકનો અનુભવ થયો હતો. તો બીજી તરફ ધુમ્મસના કારણે વિઝીબલીટી ઓછી થઇ જતા વાહનચાલકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

ભરૂચ સુરત વચ્ચે ધુમ્મસ ભર્યા વાતાવરણના કારણે રેલ વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. ધુમ્મસના કારણે મુંબઈ વડોદરા એક્સેપ્રેસ, ગાંધીધામ એક્ષપ્રેસ, રાજધાની અને ગરીબ રથ સહિતની પાંચ ટ્રેન નિયત સમય કરતા 20 મિનીટ મોડી પડી હતી. જેના કારણે મુસાફરો અટવાયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.