- સાબરમતી આશ્રમથી નિકળેલા દાંડીયાત્રાનો ભરૂચ શહેરમાં પ્રવેશ
- યાત્રાળુઓનું ઠેર ઠેર કરાયું સ્વાગત
- સેવાશ્રમ હોસ્પિટલ ખાતે ગાંધી આશ્રમની લીધી મુલાકાત
- દાંડિયાત્રાનો ભરૂચ શહેરમાં પ્રવેશ
આ પણ વાંચો : ચોથી વાર દાંડીયાત્રા કરી રહેલા પદયાત્રી
ભરૂચ: દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવણી રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તારીખ 12મી માર્ચના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતેથી દાંડીયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. યાત્રા દાંડી રૂટ પર ફરી આજે શનિવારે દેરોલ ગામ ખાતેથી ભરૂચ શહેરમાં પ્રવેશી હતી ત્યારે યાત્રિકોનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા,નગર સેવા સદનના પ્રમુખ અમિત ચાવડા,પ્રાંત અધિકારી એન.આર.પ્રજાપતિ,ચીફ ઓફિસર સંજય સોની અને જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. શહેરની સેવાશ્રમ હોસ્પિટલ ખાતે ગાંધી આશ્રમની યાત્રાળુઓએ મુલાકાત લીધી હતી.
આ પણ વાંચો : નડિયાદમાં દાંડીયાત્રાનું મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સ્વાગત કર્યું
ગાંધીજીએ સેવાશ્રમ હોસ્પિટલમાં કર્યું હતું રોકાણ
અત્રે મહત્વપૂર્ણ છે કે, ગાંધીજી દાંડીયાત્રા લઈને આવ્યાં, ત્યારે તેઓએ સેવાશ્રમ હોસ્પિટલ ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું અને ભરૂચમાં જનસભા પણ સંબોધી હતી. ત્યારબાદ નવચોકી ઓવારેથી નાવડીમાં બેસીને અંકલેશ્વર પહોચ્યાં હતા.