ભરૂચ: જિલ્લામાં તબલીગી જમાત અને સુરા ગ્રુપના 11 લોકોના કોરોના પોઝિટિવ આવ્યાં બાદ તેમના સેમ્પલ લેવાયા હતા. ત્યારે ભરૂચ સિવિલ હોસ્પિટલની બે મહિલા નર્સને પણ બુધવારે કોરોના પોઝિટિવ આવ્યા છે. લોકલ ટ્રાન્સમીશનના આ પહેલા 2 કેસ નોંધાતા જિલ્લાનો કોરોના પોઝિટિવનો કુલ આંક હાલ સુધી 13 પર પહોંચ્યો છે. જેમાં સેમ્પલ લેવાની કામગીરીમાં જોડાયેલ કુલ 16 લોકોના કોરોના વાયરસના ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા જે પૈકી બે નર્સના રીપોર્ટ પોઝેટીવ આવ્યા છે. ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ નર્મદા બંગલોઝ અને મિત્તલ ટેનામેન્ટસ ખાતે રહેતી બે મહિલા નર્સના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. પરંતુ બન્ને COVID-19 મેડિકલ સેવામાં તૈનાત હતી. તેમજ બન્ને ભરૂચની એક હોટલમાં સત્તાવાર રીતે રહેતી હતી. બન્ને નર્સ ની ઉંમર 36 અને 44 વર્ષની હોવાનું જાણવા મળેલ છે.
હાલ, વહીવટીતંત્ર દ્વારા બન્ને નર્સના પરિવારજનોને સતર્કતાના ભાગરૂપે ક્વોરન્ટાઇન કરાયા છે. તો નર્સને સારવાર અર્થે અંકલેશ્વરની સ્પેશ્યિલ કોવીડ જયાબહેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવી છે. તો બીજી તરફ સિવિલ હોસ્પિટલને સેનેટાઈઝર કરવામાં આવી છે.ત્યારે આ બન્ને નર્સ ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ નર્મદા એપાર્ટમેન્ટ અને મિત્તલ ટેનામેન્ટમાં રહેતી હતી. આ બંને વસાહતોને કન્ટેઈંટમેન્ટ એરિયા જાહેર કરવામાં આવ્યા છે. તે સાથે જ ભરૂચ નગરપાલિકાના તમામ વિસ્તારને CORE AREA તરીકે જાહેર કરી તા. 28 એપ્રિલ સુધી સીલ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત ભરૂચ તાલુકાના ઝાડેશ્વર, જુના તવરા, વડદલા, રહાડપોર, ઉમરાજ, નંદેલાવ, ચાવજ, ભોલાવ, શેરપુરા વિસ્તારને પણ સીલ કરવામાં આવ્યો છે. આ તમામ વિસ્તારના લોકોને પણ જરૂરી કામ વગર ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.