- ભરૂચ જીલ્લામાં કોરોનાનું રસીકરણ ટોપ ગિયરમાં
- હાલ સુધીમાં 57,000થી વધુ લોકોને કોરોનાની રસી મૂકાઇ
- 15,000થી વધુ લોકોને બન્ને ડોઝ આપવામાં આવ્યા
ભરૂચ : જિલ્લામાં કોરોના સંક્રમણના કેસમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે, ત્યારે હાલમાં ભરૂચ જિલ્લામાં રસીકરણ પ્રક્રિયા પણ વધારી દેવામાં આવી છે અને જિલ્લામાં રસીકરણ ટોપ ગિયરમાં કરવામાં આવી રહ્યું છે. હાલ સુધીમાં ભારૂચ જિલ્લામાં કુલ 57 હજાર 119 વ્યક્તિઓને રસી મૂકવામાં આવી છે. ભરૂચા જિલ્લામાં હાલમાં રસીકરણ ઝુંબેશ પણ પુરજોશમાં બનાવવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં સૌપ્રથમ હેલ્થકેર વર્કર્સ અને તે બાદ ફ્રન્ટલાઇન વોરિયર્સને રસી મૂકવામાં આવી હતી.
આ પણ વાંચો - ભરૂચમાં સફાઈ કામદારો અને શિક્ષકોએ કોરોનાની વેક્સિન મુકાવી
હાલ સુધીમાં 57 હજારથી વધુ લોકોએ મૂકાવી કોરોનાની રસી
ભારૂચ જિલ્લામાં 10,407 હેલ્થકેર વર્કર્સને પ્રથમ ડોઝ અને ત્યાર બાદ 6426 વર્કર્સને બીજો ડોઝ મૂકવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લાના ફ્રન્ટલાઇન વોરિયર્સમાં 16,577ને પ્રથમ ડોઝ અને 9,202 વ્યક્તિઓએ બીજો ડોઝ લીધો હતો. જિલ્લામાં ત્યાર બાદ સિનિયર સિટીઝનને રસી મૂકવાની શરૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત 45 વર્ષથી વધુ વયના કોમોર્બિડ વ્યક્તિઓને પણ રસી મૂકવામાં આવી રહી છે. હાલ સુધીમાં આવા 30,135 વ્યક્તિઓને રસી મૂકવામાં આવી છે. જેમાં 60 વર્ષથી વધુ વયના 25,268 વ્યક્તિઓ તેમજ 45થી 60 વચ્ચેના 4,567 વ્યક્તિઓનો સમાવેશ થાય છે. જિલ્લામાં હાલમાં કુલ 171 સેશન સાઈટ પરથી રસી મૂકવામાં આવી રહી છે. જેમાં 6 પ્રાઈવેટ સાઈટનો સમાવેશ થાય છે. આમ ભરૂચ જિલ્લામાં હાલ સુધીમાં કુલ 57,119 વ્યક્તિઓને રસી મૂકવામાં આવી છે.
આ પણ વાંચો - ભરૂચ સિવિલ હોસ્પિટલના સફાઈ કામદારો બે દિવસથી હડતાળ પર
વયસ્ક નાગરિકો માટે વિનામૂલ્યે રસીકરણ કેમ્પ
આરોગ્ય વિભાગ દ્વારા ભરૂચ નગર સેવા સદનના વૉર્ડ નંબર 3માં આવેલા નિર્મળ ગંગા હોલ ખાતે વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વયસ્ક નાગરિકોને રસી મૂકવામાં આવી હતી. સરકારે નક્કી કરેલા નિયમો મુજબ તમામ લોકો રસીકરણમાં ભાગ લે એવી અપીલ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે.