ભરુચઃ ભરૂચમાં કોરોના વાયરસની દહેશત વચ્ચે તંત્ર દ્વારા 40 જેટલા લોકોને 14 દિવસ સુધી ઘરની બહાર ન નીકળવા સૂચન કર્યું કરવામાં આવ્યું છે. વિદેશ પ્રવાસથી પરત આવેલાં ૪૦ જેટલા લોકો આરોગ્યવિભાગના સંપર્કમાં પણ છે.
ભરૂચમાં હાલ ૪૦ લોકો વિદેશ પ્રવાસથી આવ્યાં હતાં જેઓને તંત્ર દ્વારા તેઓના ઘેર જ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યાં છે અને તેઓને 14 દિવસ સુધી અન્ય લોકોના સંપર્કમાં ન આવવા જણાવવામાં આવ્યું છે. તો બીજી તરફ 27 જેટલા લોકો એવા છે, જેઓનું ૧૪ દિવસનું ઓબ્ઝર્વેશન પૂર્ણ થઇ ગયું છે. તેઓમાં કોરોના વાયરસના કોઈ જ લક્ષણો ન દેખાતાં તંત્રએ પણ હાશકારો અનુભવ્યો છે.