અંકલેશ્વર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાત વિધાનભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા, યુથ કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહયા હતા. જેમાં કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તો સાથે જ જિલ્લાની વિવિધ સમસ્યા બાબતે પરેશ ધાનાણીએ લોકોને સાંભળયા હતા. આ પ્રસંગે પરેશ ધાનાણીએ નિવેદન આપતા જણાવાયું હતું કે, રાજ્યમાં ભાજપના શાશનમાં દર 20 મિનિટે એક વ્યક્તિ આત્મહત્યા કરે છે, નોટબંધી અને જી.એસ.ટી.ના કારણે ગુજરાતમાં ગરીબોની સંખ્યા વધારો થઇ રહ્યો છે.