- બાળક પર શ્વાને હુમલો કરતાં બાળકનું મોત
- શ્વાનના ત્રાસથી કંટાળી ગ્રામજનોએ યોગ્ય પગલા લેવા કરી માગ
- નબીપુરમાં શ્વાનનો ત્રાસ
ભરૂચઃ જિલ્લાના નબીપુરમાં ઘર પાસે માતાની સામે જ 4 શ્વાને 3 વર્ષના બાળકને 50 મીટર સુધી ખેંચી જતા ગંભીર ઇજાને પગલે બાળકનું કરું મોત નિપજ્યું હતું. ત્યારે ગ્રામજનોએ જિલ્લા વહીવતદારો તરફથી પંચાયત સામે યોગ્ય પગલાં લેવાની માગ કરી હતી.
નબીપુર ગામે 3 વર્ષનો બાળકનું મોત
નબીપુર ગામે 3 વર્ષના બાળક જેનું નામ મહમદ જેટ સિદ્દી ઘરની નજીકમાં રમી રહ્યો હતો. તે દરમિયાન રખડતાં 3થી 4 શ્વાને બાળક પર જીવલેણ હુમલો કર્યો હતો. બાળકને 50 મીટર દૂર ખેંચી ગયા હતા. બાળકના માથા તથા શરીના અન્ય ભાગ પર શ્વાનોએ બચકા ભર્યા હતા. જેમાં બાળકના પેટમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી બાળકનું મોત થયું હતું. પૂર્વે પણ 2020માં એક જાગૃત યુવાન સલીમ કડુજીએ ગ્રામ પંચાયત નબીપુરમાં લેખિતમાં એક અરજી આપી હતી. જેમણે ગામમાં રખડતા શ્વાન નાના બાળકો અને આબાલ વૃદ્ધોને ખૂબ હેરાન કરે છે. રખડતાં શ્વાનોનો ત્વરિત નિકાલ કરવાની ખાત્રી આપી હતી પરંતુ ગ્રામ પંચાયત કોઈ નિર્દોષનો ભોગ લેવાય તેની રાહ જોતી હતી.
શ્વાનના ત્રાસને લઇને યોગ્ય કાર્યવાહી કરવા ગ્રામજનોની માગ
ગ્રામ પંચાયત સુસુપ્ત અવસ્થામાં મૂકી વહીવટદારને સોંપવામાં આવે? ગામના સરપંચ, તલાટી અને પંચાયતના સભ્યો સામે જિલ્લા વહીવટી કોઈ નક્કર પગલાં લેવાશે કે, કેમ તનો નબીપુરની જનતા પ્રતિનિધિઓ પાસેથી જવાબ માગી રહી છે. ગ્રામજનોએ જિલ્લા વાહીવતદારો તરફથી પંચાયત સામે યોગ્ય પગલાં લેવાની પણ માગ કરી છે.