ETV Bharat / state

28 વર્ષ બાદ વીજ ચોરી કેસમાં છોટુ વસાવા નિર્દોષ, કોર્ટે આપ્યો ચૂકાદો - Zaghadiya Court

ઝઘડિયાના ભારતીય ટ્રાયબલ પાર્ટીના ધારાસભ્ય છોટુ વસાવા પર ચાલી રહેલા 28 વર્ષ જૂના વીજ ચોરી કેસમાં ઝઘડિયા કોર્ટે ચૂકાદો સંભળાવતા તેમને નિર્દોષ જાહેર કર્યા હતા. છોટુ વસાવા આ અંગે કહ્યું હતું કે, રાજકિય દ્વેશમાં આ કાવતરૂં રચવામાં આવ્યું હતું.

chotu
28 વર્ષ જૂના વીજ ચોરી કેસમાં છોટુ વસાવા નિર્દોષ, કોર્ટે આપ્યો ચુકાદો
author img

By

Published : Mar 27, 2021, 5:20 PM IST

  • ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાનો વીજ ચોરીના કેસમાં મળી સજા
  • ઝઘડિયા કોર્ટે ચૂકાદો સંભળાવ્યો
  • રાજકિય દ્વેષ રાખી ખોટા કેસ કરવામાં આવ્યા હતા : છોટુ વસાવા

ભરૂચ : ઝઘડિયાના ભારતીય ટ્રાયબલ પાર્ટીના ધારાસભ્ય છોટુ વસાવા પર 1993ના વર્ષમાં તેમના ગામ ધારોલી ગ્રામ પંચાયતના બોરમાંથી લાઈન જોડી વીજ ચોરી કરવામાં આવી રહી છે, જે શંકાના આધારે ત્રણ ફરિયાદ દક્ષિણ ગુજરાત વીજ કંપની વાલિયાના જુનિયર એન્જિનિયર કે. એમ. પરમાર તથા એમ. એ. ભાવસાર દ્વારા કરવામાં આવી હતી તથા બીજી બે વીજ ચોરીની ફરિયાદ શંકાના આધારે આર. પી. ગોટાવાલા તથા એમ. એ. ભાવસાર દ્વારા ઝઘડિયા પોલીસ મથકમાં કરવામાં આવી હતી.

28 વર્ષ ચાલ્યો કેસ

છોટુ વસાવા પર દસ દિવસમાં થયેલી પાંચ ફરિયાદ અંગેનો કેસ ઝઘડિયા કોર્ટમાં ચાલતો હતો. ગુજરાત હાઇકોર્ટ તથા ડિસ્ટ્રિક્ટ કોર્ટ ભરૂચ મુજબ પાંચ વર્ષ જૂના તમામ કેસોને રેડ માર્કિંગ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. જો કે આ કેસ ફરીથી રિઓપન કરવામાં આવ્યા હતા. 28 વર્ષથી વધુ ચાલેલા વીજ ચોરીના કેસમાં આજે શનિવારે ઝઘડિયા કોર્ટે ધારાસભ્ય છોટુ વસાવાને તમામ પાંચ કેસોમાં નિર્દોષ જાહેર કરતો હુકમ કર્યો છે.

આ પણ વાંચો: મનસુખ વસાવાએ છોટુ વસાવાની રંગ બદલતા કાંચીડા સાથે સરખામણી કરી

રાજકિય દ્વેષ રાખી ખોટા કેસ કરવામાં આવ્યા હતા : છોટુ વસાવા

આ બાબતે ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાએ જણાવ્યુ હતું કે, જ્યારે રાજ્યમાં જનતા દળનું શાસન હતું, ત્યારે ચીમન પટેલ દ્વારા જનતા દળના ધારાસભ્યોને લઈ કોંગ્રેસમાં શામેલ થઈ ગયા હતા. જો કે તેમને કોંગ્રેસમાં સામેલ ન થતાં આ ખોટા કેસ કરી ફસાવવામાં આવતા હતા તેવો આક્ષેપ કર્યો હતો. પહેલા કોંગ્રેસે અને હવે ભાજપે તેમણે ખોટા કેસમાં ફસાવતું હોવાનો પણ તેમને આક્ષેપ કર્યો હતો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.