- અંકલેશ્વરમાં સોનાના ઘરેણાંની ચોરી કરનાર ગઠીયાનો આતંક
- અંકલેશ્વર જોગર્સ પાર્ક નજીક મહિલાના સોનાના ઘરેણા લઇ બે ગઠીયા ફરાર
- રૂપિયા 1.10 લાખની ચીલ ઝડપની ફરિયાદ નોંધાઈ
અંકલેશ્વર : GIDCના જોગર્સ પાર્ક પાસે મંદિરેથી પરત ઘરે જતી મહિલાને સોનાના ઘરેણાં ઉતારી થેલીમાં મૂકી આપવાના બહાને બે ગઠિયા નજર ચૂકવી રૂપિયા 1.10 લાખના ઘરેણાંની ચીલ ઝડપ કરી ફરાર થયા હતા.
1.10 લાખના મુદ્દામાલની ચીલ ઝડપ કરી ગઠિયો ફરાર
મૂળ મહેસાણાના અને હાલ અંકલેશ્વર GIDCમાં આવેલ 500 ક્વાટર્સ ખાતે રહેતા વર્ષાબેન ગાંધી હવેલી ચોકની બાજુમાં આવેલ જૈન દેરાસર ખાતે ગયા હતા. જેઓ મંદિરેથી પરત ઘરે ચાલતા જઈ રહ્યા હતા. તે દરમિયાન જોગર્સ પાર્ક પાસે આવેલ મેડિકલ સ્ટોર પાસે એક શખ્સે તેઓને બૂમ પાડી સોનાના ઘરેણાંની ચોરી વધુ થતી હોવાનું જણાવી સોનાના ઘરેણાં ઉતારી થેલીમાં મૂકી આપવાનું કહ્યું હતુ. મહિલાની નજર ચૂકવી ગઠિયા કુલ 1.10 લાખના મુદ્દામાલની ચીલ ઝડપ કરી ફરાર થયા હતો. જે અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : અંકલેશ્વરમાં મહિલાની સોનાની ચેઇન લઈને ભાગતા બે ગઠીયા ઝડપાયા