ETV Bharat / state

આમોદ નજીક કાર પલ્ટી જતાં ગમખ્વાર અકસ્માત, 3ના મોત - ભરૂચમાં અકસ્માત ન્યૂઝ

ભરૂચઃ શહેર પાસે આવેલાં આમોદ ગામે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલકે સ્ટીયરીંગ પર કાબૂ ગુમાવાતા કાર પલ્ટી ગઈ હતી. જેમાં 3 લોકોના કમકમાટી ભર્યા મોત થયાં છે.

આમોદ નજીક કાર પલ્ટી જતાં ગમખ્વાર અકસ્માત, 3ના મોત
author img

By

Published : Oct 9, 2019, 2:49 PM IST

આમોદ નજીક માર્ગ અકસ્માતમાં 3 વ્યક્તિઓના મોત થયા છે. મૃતક આમોદથી રણુજભોજ ગામે મેળામાં જતાં હતાં, ત્યારે રોંઢ ગામના પાટીયા નજીક કાર ચાલક છત્રસિંહ ચૌહાણે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેથી પૂર ઝડપે જતી કાર પલ્ટી ગઈ હતી.

આમોદ નજીક કાર પલ્ટી જતાં ગમખ્વાર અકસ્માત, 3ના મોત

કારમાં સવાર 3 લોકોના ગંભીર ઈજા પહોંચતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. તે દરમિયાન 3 કાર સવારના મોત થતાં પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર ચાલક છત્રસિંહ ચૌહાણ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

Intro:-ભરૂચના આમોદ નજીક કાર પલ્ટી જતા અકસ્માત,૩ લોકોના મોત
-પુરપાટ ઝડપે જતી કાર માર્ગની નીચે પલ્ટી જતા સર્જાયો અકસ્માત
-કારમાં સવાર અન્ય ચાર લોકોને ગંભીર ઈજા
Body:ભરૂચના આમોદ નજીક પુરપાટ ઝડપે જતી કારના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર માર્ગની નીચે પલ્ટી મારી ગઈ હતી જેમાં કારમાં સવાર ૩ લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા Conclusion:ભરૂચના આમોદ નજીક માર્ગ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.આમોદ ખાતે રહેતા મુસ્તાક અલી સૈયદ,મહમદ સાદિક શેખ અને નીતિન સવિતા નામના યુવાનો સહીત અન્ય ચાર લોકો કાર નંબર જી-જે-૧૬ સીબી-૨૯૯૭માં આમોદ થી રણુભોજ ગામે મેળામાં જઈ રહ્યા હતા એ દરમ્યાન રોંઢ ગામના પાટીયા નજીક કાર ચાલક છત્રસિંહ ચોહાણે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને પુરઝડપે જતી કાર માર્ગની બાજુમાં પલટી મારી ગઈ હતી જેમાં કારમાં સવાર ત્રયેણ યુવાનોને ગંભીર ઈજા પહોચતા તેઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા જ્યારે કારમાં સવાર અન્ય ચાર વ્યક્તિઓ ઘાયલ થતા તેઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.બનાવની જાણ થતા જ આમોદ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને જાવીદ પટેલની ફરિયાદના આધારે કાર ચાલક છત્રસિંહ ચોહાણ વિરુદ્ધ ગુન્હો નોધી વધુ તપાસ હાથ ધરી છે.ત્રણ ત્રણ યુવાનોના મોતથી તેઓના પરિવારજનોમાં ગામનો માહોલ છવાયો છે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.