- ભાજપના વિજય બદલ ભરૂચમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનો અભિવાદન કાર્યક્રમ યોજાયો
- ભાજપના પ્રદેશ પ્રમુખનું ભરૂચ રેલવે સ્ટેશન ખાતે સ્વાગત કરવામાં આવ્યું
- ચૂટણીમાં BTPની હાર બાદ ઝઘડિયાના ધારાસભ્યએ EVMમાં ગોટાળાનો મુદ્દો ઉઠાવ્યો
ભરૂચઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં સમગ્ર ગુજરાત અને ભરૂચ જિલ્લામાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. BJP ની ભરૂચ જિલ્લામાં ભવ્ય જીત બાદ અને તમામ પાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત કબ્જે કરતા આ ભવ્ય વિજય જેમના નેતૃત્વમાં મળ્યો છે એવા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના અભિવાદનનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો. અમદાવાદથી સુરત શતાબ્દી ટ્રેનમાં જઈ રહેલા ભાજપના પ્રદેશ પ્રમુખનું ભરૂચ રેલવે સ્ટેશન ખાતે ભરૂચ અને નર્મદા જિલ્લા ભાજપ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત
સાંસદ મનસુખ વસાવા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યાં
ભરૂચ જિલ્લા પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયાએ પ્રદેશ પ્રમુખનું મોં મીઠું કરાવ્યું હતું. સમગ્ર ભરૂચ જિલ્લાના સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીતેલા ઉમેદવારો, આગેવાનો અને નર્મદા જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ સાથે સાંસદ મનસુખ વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા. સી.આર. પાટીલે BTPના ચૂંટણીમાં ધોવાણ અંગે કહ્યું હતું કે, BTP ધીમે ધીમે અસ્ત તરફ જઈ રહી છે. છોટુ વસાવાની પત્ની હાર્યા, દીકરો પણ હાર્યો, હવે છોટુભાઈનો વારો તેમ કહી આગેવાનોનું અભિવાદન ઝીલતા સુરત તરફ રવાના થયા હતા.
![છોટુ વસાવા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-brc-01-rtu-btpbjp-vis-gj10045_03032021201245_0303f_1614782565_279.jpg)
છોટુ વસાવાએ હારનું ઠીકરું EVM પર ફોડયું
ચૂટણીમાં BTPની હાર બાદ ઝઘડિયાના ધારાસભ્યએ EVMમાં ગોટાળાનો મુદ્દો ઉઠાવ્યો હતો. VVPAT વગરના EVMના કારણે ભાજપ તરફી પરિણામો આવ્યાં હોવાના છોટુ વસાવ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. તેમજ ગુજરાતમાં DSP દારૂના પોટલાં લઈ મત માટે ફરતા હોવાનું પણ નિવેદન આપ્યું હતું.