ભરૂચ: નેત્રંગ, ઝઘડિયા અને વાલિયા પંથકમાં ભારતીય ટ્રાયબલ પાર્ટીના આગેવાનો સરકારી જમીનમાંથી ખનીજ ચોરી કરતા હોવાનો ભાજપ નેતાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો જે અંગે થોડા દિવસ અગાઉ ભાજપના હોદ્દેદારોએ ઝઘડીયા ખાતે મામલતદારને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું. હવે ભારતીય ટ્રાયબલ પાર્ટીના ધારાસભ્ય મહેશ વસાવાની આગેવાનીમાં શુક્રવારે રાજ્યપાલને સંબોધી ક્લેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે જેમાં જણાવ્યા અનુસાર ભાજપના જ આગેવાનો ખનીજ ચોરીમાં સંડોવાયા છે તેવો આરોપ મુકી આ સમગ્ર મામલાની કાયદાકીય તપાસની માગ કરવામાં આવી છે. આ સાથે જ સાંસદ મનસુખ વસાવા દ્વારા સ્થાનિક વિકાસ ભંડોળમાં ભાજપના જ આગેવાનોને આર્થિક ફાયદો થાય એ રીતે નાણાં ફાળવવામાં આવતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે.
BTPના આગેવાનો સરકારી જમીનમાંથી ખનીજ ચોરી કરતા હોવાના ભાજપના હોદ્દેદારોના આક્ષેપનો મામલો - district collector bharuch application
નેત્રંગ, ઝઘડિયા અને વાલિયા પંથકમાં ભારતીય ટ્રાયબલ પાર્ટીના આગેવાનો સરકારી જમીનમાંથી ખનીજ ચોરી કરતા હોવાનો ભાજપના હોદ્દેદારોએ આક્ષેપ કર્યો હતો. હવે મામલે ભારતીય ટ્રાયબલ પાર્ટીના ધારાસભ્ય મહેશ વસાવાની આગેવાનીમાં રાજ્યપાલને સંબોધી ક્લેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં ખનીજ ચોરીમાં ભાજપના આગેવાનો સંડોવાયા છે તેવો આરોપ મુકવામાં આવ્યો છે.