ETV Bharat / state

ભરૂચમાં 5 બાળકોને બાઈક પર બેસાડી જીવલેણ સ્ટંટ કરનાર બાઈક ચાલક ઝડપાયો - Bike stunt video viral

ભરૂચના સ્ટેશન રોડ ઉપર 4થી 5 બાળકોના જીવ જોખમમાં મુકી બાઈક સ્ટન્ટ કરનારા યુવાનનો વીડિયો વાઇરલ થયા બાદ પોલીસે બાઈક ચાલકની ધરપકડ કરી છે.

ભરૂચમાં 5 બાળકોને બાઈક પર બેસાડી જીવલેણ સ્ટંટ કરનાર બાઈક ચાલક ઝડપાયો

author img

By

Published : Jul 6, 2020, 4:34 PM IST

ભરૂચઃ બે દિવસ અગાઉ ભરૂચમાં બાઈક સ્ટન્ટના એક વીડિયોએ ચકચાર મચાવી હતી. વીડિયોમાં નજરે પડતું હતું કે યુવાન 4થી 5 બાળકોના જીવ જોખમમાં મુકી ભરૂચના ભરચક સ્ટેશનરોડ વિસ્તારમાં બાઈક સ્ટન્ટ કરી રહ્યો હતો. ભરૂચ SP રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા વાઇરલ વીડિયોની તપાસ કરવામાં આવતા પોલીસે ગણતરીના સમયમાં બાઈક ચાલકની અટકાયત કરી છે.

ભરૂચમાં 5 બાળકોને બાઈક પર બેસાડી જીવલેણ સ્ટંટ કરનાર બાઈક ચાલક ઝડપાયો

બાળકોના જીવ જોખમમાં મુકનાર નરેશ વાડેકર વિરુદ્ધ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનોનોંધી ધરપકડ કરવામાં આવી છે. આરોપી નરેશ જાણ થતા તેને મોટર સાઇકલ સંતાડી દીધી હતી, જે પણ રિકવર કરવામાં આવી છે. આરોપી ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં રહેતો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે નરેશની ધરપકડ કરી ત્યારે તે નશાની હાલતમાં હોવાથી તેના પર વધુ એક ગુનો પણ દાખલ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.