ETV Bharat / state

ભરૂચ SOGએ નેશનલ હાઇવે પરથી ડ્રગ્સ કેરિયરને ઝડપી પાડી 4 લાખનું ડ્રગ્સ કર્યું જપ્ત

ભરુચ SOGએ  નેશનલ હાઇવે 48 પરથી ડ્રગ્સ કેરિયરને ઝડપી પાડી મેફેડ્રિન - MD ડ્રગ્સ કબ્જે કર્યું છે. પોલીસ તપાસ બાદ જાણવા મળ્યુ હતું કે, નશીલો પદાર્થ મુંબઈથી ભરૂચના હાઈપ્રોફાઈલ નબીરાઓ માટે લાવવામાં આવતો હતો.

ભરૂચ  SOGએ નેશનલ હાઇવે 48 પરથી ડ્રગ્સ કેરિયરને ઝડપી પાડી ડ્રગ્સ કબ્જે કર્યું

author img

By

Published : Oct 9, 2020, 1:49 PM IST

  • ભરૂચ SOGએ નેશનલ હાઇવે 48 પરથી ડ્રગ્સ કેરિયરને ઝડપી પાડી મેફેડ્રિન - MD ડ્રગ્સ કબ્જે કર્યું
  • નશીલો પદાર્થ મુંબઈથી ભરૂચના હાઈપ્રોફાઈલ નબીરાઓ માટે લાવવામાં આવતું હોવાનો ખુલાસો

ભરૂચઃ SOGએ નેશનલ હાઇવે 48 પરથી ડ્રગ્સ કેરિયરને ઝડપી પાડી મેફેડ્રિન - MD ડ્રગ્સ કબ્જે કર્યું છે. નશીલો પદાર્થ મુંબઈથી ભરૂચના હાઈપ્રોફાઈલ નબીરાઓ માટે લાવવામાં આવતું હતું. જેને પ્રતિગ્રામ 3થી 5 હજાર રૂપિયાની કિંમતે વેચવામાં આવતું હતું. પોલીસે કેરિયરની ધરપકડ કરી નેટવર્કની અન્ય કડીઓની માહિતી બહાર લાવવા પૂછપરછ શરુ કરી છે.

ભરૂચ  SOGએ નેશનલ હાઇવે 48 પરથી ડ્રગ્સ કેરિયરને ઝડપી પાડી ડ્રગ્સ કબ્જે કર્યું
ભરૂચ SOGએ નેશનલ હાઇવે 48 પરથી ડ્રગ્સ કેરિયરને ઝડપી પાડી ડ્રગ્સ કબ્જે કર્યું

ભરૂચ SOG પીઆઈ પી એન પટેલને નેશનલ હાઇવે પરથી ડ્રગ્સની ડિલિવરી આપવા ભરૂચમાં આવતો હોવાની બાતમી મળતા પીએસ આઈ એમ આર શકોરીયા અને એન જે ટાપરીયાએ ટિમ સાથે વોચ ગોઠવી શકમંદને ઝડપી પાડી તલાશી લીધી હતી.

તાપસ દરમિયાન આ શખ્સ પાસેથી 43.40 ગ્રામ મેફેડ્રોન ડ્રગ મળી આવ્યું હતું. અટકાયત કરી પોલીસ સ્ટેશન લાવવામાં આવતા તેને પોતાનું નામ ઈકરામ યુસુફ પટેલ હોવાનું જણાવ્યું હતું. જે મૂળ ભરૂચના કંથારીયા ગામનો છે અને મુંબઈમાં રહી ડ્રગના કેરિયરનું કામ કરે છે. પોલીસે 4.37 લાખની કિંમતનું 43.40 ગ્રામ ડ્રગ્સ કબ્જે કરી ઈકરામની પૂછપરછ શરુ કરી છે.

પ્રાથમિક તપાસમાં આ નશીલો પદાર્થ ભરૂચના હાઈપ્રોફાઈલ નબીરાઓ માટે લાવવામાં આવતો હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ નેટવર્કને લઇ હજુ સત્તાવાર કઈ બોલવા તૈયાર નથી પરંતુ ભરૂચમાંથી ડ્રગ નેટવર્કની અન્ય કડીઓ હોવાનો પોલીસ ઇન્કાર કરી રહી નથી. આગામી સમયમાં ડ્રગ્સ નેટવર્ક સંદર્ભે ધરપકડનો દોર ચાલે તેમ લાગી રહ્યુ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.