ભરૂચ : દહેજમાં ગટરમાં ઉતરેલા 5 કામદારો પૈકી ત્રણ કામદારો ગૂંગળાઈ જતા મૃત્યુ નીપજ્યા છે. તેમજ અન્ય બે કામદારોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ આ બનાવની જાણ થતાં દહેજ પોલીસ તાત્કાલિક પહોંચીને તપાસની હાથ ધરી હતી. ગ્રામ પંચાયતની અત્યંત સાંકળી અને ઊંડી ડ્રેનેજમાં 5 કામદારો વગર સેફટીએ ઉતાર્યા હોવાની માહિતી મળી છે . જેથી 3 લોકોના ગુંગળાઇ જવાથી મૃત્યુ નીપજ્યા છે. જ્યારે 2 કામદારોને સ્થિતિ નાજુક બનતા સારવાર હેઠળ ખસેડાયા છે.
શું છે સમગ્ર મામલો : ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક ગઢ દેહજમાંથી મોટી દુર્ઘટના સામે આવતા જિલ્લા વહીવટી અને પોલીસ તંત્ર દોડતું થયું છે. દહેજ ગ્રામ પંચાયતની ડ્રેનેજ સાફ કરવા 5 યુવાનોને અત્યંત સાંકળી અને ઊંડી ગટરમાં મંગળવારે ઉતારવામાં આવ્યા હતા. કોઈપણ સુરક્ષાના સાધનો વગર ગટરની સફાઈ માટે 5 કામદારોને ઉતારી દેવામાં આવતા તેઓ ગુંગળાઇ મર્યા હતા. ઘટનાની જાણ થતાં કંપનીના ફાયર ફાઈટરો, ગ્રામ પંચાયત અને દહેજ પોલીસ સ્થળ ઉપર દોડી આવી હતી.
આ પણ વાંચો : Rajkot News: સફાઈ કામદારના મોતનો મામલો, રાષ્ટ્રીય સફાઈ કામદાર આયોગના ઉપાધ્યક્ષ રાજકોટ દોડી આવ્યા
સ્વજનોના ટોળા વળ્યા : ડ્રેનેજમાં કેબલ નાખી અંદર રહેલા 5 કામદારોને એક બાદ એક બહાર કઢાયા હતા. જેમાં પેહલાથી જ ત્રણ કામદારોના મૃત્યુ થયું હોવાનું બહાર આવ્યું હતું. તેમજ બે કામદારોની સ્થિતિ નબળી હોવાથી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 3 કામદારોને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લવાતા સ્વજનો અને લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને શોકનો માહોલ સર્જાયો હતો. દહેજ પોલીસે દુર્ઘટના અંગે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે . હવે ગ્રામ પંચાયત કે કોના આદેશથી વગર સુરક્ષાએ આ 5 કામદારોને મોતના મુખમાં ઉતર્યા હતા તેને લઈ સવાલો ઉઠી રહ્યા છે.
આ પણ વાંચો : ફેક્ટરીમાં કાર્બન ડાયોક્સાઈડ ગેસ લીક, પાંચ કામદારો બેહોશ
મૃત્યુ પામેલા લોકો : ઘનસિંહ વડસિંગ મુનિયા 30 વર્ષિય, પરેશ ખુમસિંગ કટારા 28 વર્ષીય અને હનીફ ઝાલું પરમાર 24 વર્ષીયનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે ગુંગળામણથી ગંભીર થયેલા કામદારોમાં ભાવેશ ખુમસિંગ કટારા 20 વર્ષીય અને જીજ્ઞેશ અરવિંદ પરમાર 18 વર્ષીય છે. હાલ આ પ્રકારની ઘટનાથી ગામજનોમાં દુ:ખનો માહોલ સર્જાયો છે.