ભરુચ : ભરુચ ગ્રાહક સુરક્ષા કોર્ટે ઇબ્રાહીમ મહંમદ લોટીયાને 6 કેસમાં 2-2 વર્ષની સજા અને દંડ ફટકાર્યો છે. 6 કેસોમાં કુલ 12 વરસની સજા અને 12,000નો દંડનો ઐતિહાસિક ચૂકાદો કહી શકાય. સાથે ગ્રાહકો છેતરાયા હોય તો તેઓ ગ્રાહક સુરક્ષાની કોર્ટમાં રાવ નાખી શકે છે તેની જાગૃતિ પણ લાવે તેવો છે. આવા જ 6 કેસ ભરૂચની ગ્રાહક સુરક્ષા કોર્ટમાં દાખલ થયા હતા. જેની સુનાવણી બાદ પણ રૂપિયાની ચૂકવણી ન કરાઇ હોય. જેના કારણે આરોપી સામે 6 કેસમાં 2-2 વર્ષની સજા અને બબ્બે હજારનો દંડ ફટકારી મોટો ચૂકાદો આપ્યો છે.
ખોટા વાયદા ગલ્લાતલ્લા કર્યાં : ભરૂચના મૂળ મૈત્રી નગરમાં રહેતા નીલેશભાઈ પટેલને ઈબ્રાહીમ મહંમદ લોટીયાએ પોતાની ફોર સીઝન ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ નામની પેઢી થકી ખોટા લોભામણી ઓફરો આપી રૂપિયા 15 લાખ 80 હજાર મેળવી લીધા હતાં. જોકે આપેલા વચન મુજબ કાર્ય સંપૂર્ણ કરેલા નહીં અને ખોટા વાયદા ગલ્લાતલ્લા કરી સમય પસાર કરતા હતાં.
8 ટકાના વ્યાજ સાથે પરત ચૂકવવાનો હુકમ : આ પ્રકારના વાયદાઓથી કંટાળી ગયેલા નીલેશભાઈ પટેલે આરોપી ઈબ્રાહીમ લોટીયા વિરુદ્ધ સેવામાં ખામી અંગે ફરિયાદ ગ્રાહક તકરાર નિવારણ ફોરમ રૂબરૂ તેઓના વકીલ મહેન્દ્રભાઈ એમ કંસારા મારફતે અરજી દાખલ કરી હતી. તે કેસમાં રૂપિયા 15 લાખ 80 હજાર 8 ટકાના વ્યાજ સાથે પરત ચૂકવવાનો હુકમ કરેલ અને ત્યારબાદ ઇબ્રાહીમ લોટિયાએ એનો અમલ નહીં કરેલો. એટલું જ નહીં કામને વિલંબમાં નાખવાનો પ્રયત્ન કર્યો હતો.
કાનૂની દાવ પેચમાં કેસમાં વિલંબ : નીલેશભાઈ પટેલે ગ્રાહક સુરક્ષા ધારા 1986 ની કલમ 27 મુજબ પેનલ્ટી અંગે અરજી આપેલીએ કામમાં પણ ઇબ્રાહીમ લોટિયાએ કાનૂની દાવ પેચ કરી કામને વિલંબમાં નાખવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ગ્રાહક કમિશનર ભરૂચના પ્રમુખ એમ.એચ પટેલ સાહેબ અને મેમ્બર રેશ્માબેન જાદવે ઐતિહાસિક ચુકાદો આપી આરોપી ઈબ્રાહીમ મહંમદ લોટીયાને બે વર્ષની સજા અને 2000નો દંડ અને દંડ ન ભરે તો વધુ એક માસની સજાનો હુકમ કર્યો છે.
ઇબ્રાહીમ લોટીયા વિરુદ્ધ કેસો : તદ્ઉપરાંત અન્ય ગ્રાહકોમાં શરદ જાદવ સતીશ મહેતા મેન્ટુ પટેલ મયૂર રાણા રાણી શર્માના પણ આ જ પ્રકારના આ જ આરોપી ઇબ્રાહીમ લોટીયા વિરુદ્ધ કેસો હતા, તે તમામમાં પણ કેસ દીઠ બે વર્ષની સજા અને 2,000નો દંડનો હુકમ ગ્રાહક ભરૂચ કોર્ટે કર્યો છે. આ કામમાં 5 અરજદારો તરફથી ભરૂચના ધારાશાસ્ત્રી મુકેશ રાણા તથા એક અરજદાર નીલેશ પટેલની તરફેણમાં વકીલ તરીકે મહેન્દ્ર એમ. કંસારા હાજર રહ્યા હતા અને ધારદાર દલીલો સાથે દસ્તાવેજી પુરાવા રજુ પણ કર્યા હતાં.
ભરુચ ગ્રાહક કોર્ટનો મોટો ચૂકાદો : ભરૂચ ગ્રાહક કોર્ટના ઇતિહાસમાં એક જ દિવસે પેનલ્ટી કિસ્સામાં કોઈ એક જ આરોપીને જુદા જુદા 6 કેસમાં 2 2 વરસની સજા થઈ હોય તેવો આ પ્રથમ કિસ્સો છે. આખા ગુજરાતમાં પણ આવો કોઈ ચૂકાદો આવ્યો હોય તેવું જણાતું નથી અને ગ્રાહક આલમમાં પણ આ ચુકાદાને લઈ ખુશી વ્યક્ત કરાઈ રહી છે.
અરજદારોએ નીકળતા રૂપિયાની કરેલી ફરિયાદોની માહિતી : ઇબ્રાહીમ લોટિયા પાસેથી જે રુપિયા લેવાના થતાં હતાં તેવા અરજદારોમાં નીલેશ પટેલના 15,80.000, શરદ જાદવ 14,57,903, સતીશચંદ્ર મહેતા 7,52,000, રાની શર્મા 8,08,500, મયૂર રાણા 11,2000, મીન્ટુ પટેલ 9, 77000. આ તમામ રકમ 8 ટકા સાથે ચૂકવવાનો ભરૂચ ગ્રાહક કોર્ટે હુકમ કર્યો છે.
- Consumer Protection Act : 100 રૂપિયાના એકસપાયરી ગોળના વેચાણ માટે ડી માર્ટને 1.10 લાખનો દંડ, ગાંધીનગર ગ્રાહક કોર્ટનો હુકમ
- Ahmedabad News : 400 રોકાણકારોના 12 કરોડ 10 વર્ષે પરત મળ્યાં, એનએ કન્ટ્રક્શન કેન્સલેશન સ્કીમ કેસનો સુખદ અંત
- આધ્યામિકમાં કાયદો, ગરબા રમતા ખેલૈયાઓને પગમાં કાંકરા વાગતા મામલો સીધો કોર્ટમાં