ભરુચ : ગુજરાતમાંથી અલગ અલગ સ્થળોએથી પકડવામાં આવેલા ડ્રગ્સના સમયાંતરે નિકાલ પણ કરવામાં આવતો હોય છે. ત્યારે 17 જુલાઇના રોજ ગૃહપ્રધાન અમિત શાહની ઓનલાઇન હાજરીમાં ગુજરાતમાંથી પકડાયેલા 2614 કરોડની કિમતના 4277 કિલો ડ્રગ્સ નષ્ટ કરવામાં આવ્યું હતું. નાશ કરવામાં આવ્યો હતો. ગૃહપ્રધાન અમિત શાહની વર્ચ્યુઅલ હાજરીમાં આ મહત્ત્વની કામગીરી અંકલેશ્વરની બીઈઆઈએલ કંપનીમાં પાર પાડવામાં આવી હતી.
કેવા પ્રકારનું ડ્રગ નાશ કરાયું : નાશ કરવામાં આવેલા અંકલેશ્વરની બીઈઆઈએલ BEIL કંપનીમાં પાનોલી, વિલાયત, વડોદરા સહિત 9 જિલ્લામાંથી પકડાયેલા 2614 કરોડના નશાના જથ્થાનો નિકાલ. ઇન્સિનેટરમાં 433 કિલો હેરોઇન, મેટાપફેટામાઇન, ગાંજો, અફીણ, એમ.ડી. ડ્રગ્સને બાળી નખાયું હતું.
ભરૂચના અંકલેશ્વરની BEIL કંપનીમાં ગૃહમંત્રી અમિત શાહની વર્ચ્યુઅલ હાજરીમાં ગુજરાતમાંથી પકડાયેલા 2614 કરોડના 4277 કિલો ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો હતો. ભરૂચના અંકલેશ્વરની BEIL કંપનીમાં ગૃહપ્રધાન અમિત શાહની વર્ચ્યુઅલ હાજરીમાં ગુજરાતમાંથી પકડાયેલા 2614 કરોડના 4277 કિલો ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો હતો.ભરૂચના અંકલેશ્વરની BEIL કંપનીમાં ગૃહપ્રધાન અમિત શાહની વર્ચ્યુઅલ હાજરીમાં ગુજરાતમાંથી પકડાયેલા ₹2614 કરોડના 4277 કિલો ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો હતો...પરીક્ષિતા રાઠોડ (અધિકારી, સીઆઈડી ક્રાઇમ)
ગૃહપ્રધાન અમિત શાહે ઓનલાઇન નિહાળ્યું : સોમવારે સમગ્ર દેશમાં 1.44 લાખ કિલોથી વધુ ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની વર્ચ્યુઅલ હાજરીમાં સોમવારે દેશના વિવિધ ખૂણામાં 1.44 લાખ કિલોગ્રામ દવાઓનો નાશ કરવામાં આવ્યો હતો.ગૃહપ્રધાન અમિત શાહ ડ્રગ્સ સ્મગલિંગ એન્ડ નેશનલ સિક્યુરિટી પર એક કોન્ફરન્સમાં ભાગ લેતી વખતે રાષ્ટ્રીય રાજધાનીમાંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાથ ધરતા નિહાળ્યું હતું.
નાશ પામેલા ડ્રગ્સનો કુલ જથ્થો 10 લાખ કિલોગ્રામ : નાશ કરાયેલા ડ્રગ્સમા રાજ્યોની વિવિધ કાયદા અમલીકરણ એજન્સીઓએ પણ ભાગ લીધો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, કેન્દ્ર સરકારે ડ્રગ્સ મુક્ત ભારત બનાવવા માટે માદક દ્રવ્યોની સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિ અપનાવી છે. NCBના તમામ પ્રાદેશિક એકમો અને રાજ્યોના એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સે 1 જૂન, 2022થી 15 જુલાઈ, 2023 સુધીમાં લગભગ 8,76,554 કિલોગ્રામ જપ્ત કરાયેલ ડ્રગ્સનો સામૂહિક રીતે નાશ કર્યો છે. સોમવારે ડ્રગ્સના નાશ સાથે માત્ર એક વર્ષમાં નાશ પામેલા ડ્રગ્સનો કુલ જથ્થો 10 લાખ કિલોગ્રામની આસપાસ પહોંચી જશે. આ દવાઓની સંયુક્ત કિંમત લગભગ 12,000 કરોડ રૂપિયા છે.
બીઈઆઈએલ કંપનીના ઇન્સીનેટરમાં થયું કામ : ભરૂચમાં પાનોલી, વિલાયતની કંપનીઓ અને તેની વડોદરા શાખા દ્વારા ડ્રગ્સનું ઉત્પાદન ભરૂચ અને મુંબઈ પોલીસ સાથે ગુજરાત એટીએસે પકડી પાડ્યું હતું. ભરૂચની કંપનીમાંથી કરોડો ઉપરાંતનો ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો. આજે અંકલેશ્વર સ્થિત બીઈઆઈએલ કંપનીના ઇન્સીનેટરમાં ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં રાજ્યના ભરૂચ સહિત 9 જિલ્લામાંથી ઝડપાયેલા હેરોઇન, એમ.ડી. ડ્રગ્સ, અફીણ, ગાંજો સહિત બીઈઆઈએલ કિલો ડ્રગ્સ કિંમત રૂપિયા 2614 કરોડના જથ્થાનો નાશ કરાયો હતો.
- Kutch Crime News : ડ્રગ્સ લઈને જતી કારને રોકવા પોલીસને ફાયરિંગ કરવાની પડી ફરજ, પંજાબના પાંચેય આરોપીને ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા
- Ahmedabad News : સરકાર પર લાલપીળી થઇ કોંગ્રેસ, નશીલા પદાર્થો સામે કાર્યવાહી માત્ર કાગળ પર હોવાનો આક્ષેપ
- Gujarat Budget Session: સરકારે 4268.89 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું, 2,978 આરોપીની ધરપકડ થઈ નથી