ETV Bharat / state

ભરૂચના દહેજમાં 4.15 કરોડના પોલીસ્ટર યાર્નની ચોરી કરનાર 5 આરોપીની ધરપકડ - દહેજ

ભરૂચઃ જિલ્લામાં દહેજની ફીલાટેક્ષમાંથી વિદેશમાં નિકાસ થતા રૂપિયા 4.15 કરોડના પોલીસ્ટર યાર્નની ચોરી કરનાર 5આરોપીની પોલીસે ધરપકડ કરી છે. ખોટા દસ્તાવેજોનાં આધારે ડ્રાઇવર તરીકે નોકરી મેળવી યાર્નની ચોરીના ગુનાને અંજામ અપાયો હોવાનુ જાણવા મળ્યું છે.

રાજેન્દ્રસિંહ ચુડાસમા-એસ.પી.ભરૂચ
author img

By

Published : Aug 3, 2019, 11:49 PM IST

દહેજની ફીલાટેક્ષમાંથી ગત ફેબ્રુઆરી અને એપ્રિલ માસમાં 26 કન્ટેનરોમાં પોલીસ્ટર યાર્નનાં કાર્ટુન સુરતના હજીરા પોર્ટ ખાતેથી પોલેન્ડ, બાંગ્લાદેશ અને સાઉથ કોરિયા સહિતના દેશમાં મોકલવામાં આવ્યા હતા. જો કે જે તે દેશમાં પોલીસ્ટર યાર્ન પહોંચતા તે 440 મેટ્રિક ટન ઓછું હોવાનું બહાર આવતા આ અંગે રૂપિયા 4.15 કરોડની કિમતના પોલીસ્ટર યાર્નની ચોરી અંગે દહેજ પોલીસ મથકે ગુનો નોંધતા પોલીસે તપાસ શરુ કરી હતી.

ભરૂચના દહેજમાં 4.15 કરોડના પોલીસ્ટર યાર્નની ચોરી કરનારા 5 આરોપીની ધરપકડ

પોલીસે તપાસ દરમિયાન દેશના વિવિધ રાજ્યોમાંથી 5 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે યુ.પી ના રહેવાસી હસીબુલ્લાહ ચોધરી, શિવરાજ પાંડે, સેલવાસના જીત્નેદ્ર શર્મા, પુષ્પેન્દ્ર મિશ્રા અને યુ.પી ના સોનુંસિગની ધરપકડ કરી છે. મુખ્ય આરોપી સુધીરે ઝડપાયેલા તમામ આરોપીઓને બોગસ દસ્તાવેજોનાં આધારે ટ્રાન્સપોર્ટ કંપનીમાં ડ્રાઇવર તરીકે નોકરી અપાવી હતી અને આ ષડ્યંત્ર રચ્યું હતુ.

દહેજની ફિલાટેક્ષ કંપનીમાંથી કન્ટેનરો પોલીસ્ટર યાર્નનાં કાર્ટુન સુરતના હજીરા પોર્ટ ખાતે નીકળ્યા હતા. તે દરમિયાન નાની નરોલી ગામ પાસે કન્ટેનર ઉભા રાખી તેમાંથી યાર્નની ચોરી કરી લેવામાં આવી હતી અને બાદમાં તેને વિવિધ લીનકનાં આધારે દિલ્હી સહિતના પ્રદેશમાં વેંચી દેવામાં આવતું હતું. પોલીસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી રોકડ રકમ, 10 મોબાઈલ અને કાર મળી કુલ રૂપિયા 15.36 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ગેન્ગના નિશાના પર દેશની અન્ય મલ્ટી નેશનલ કંપનીઓ પણ હોવાનું બહાર આવ્યું છે.

Intro:-દહેજની ફીલાટેક્ષમાંથી વિદેશમાં નિકાસ થતા રૂપિયા ૪.૧૫ કરોડના પોલીસ્ટર યાર્નની ચોરી કરનાર પાંચ આરોપીની પોલીસે કરી ધરપકડ
-ખોટા દસ્તાવેજોનાં આધારે ડ્રાયવર તરીકે નોકરી મેળવી યાર્નની ચોરીના ગુન્હાને અંજામ અપાયો
-દેશની મલ્ટીનેશનલ કંપનીઓ ઝડપાયેલ ગેંગનાં નિશાને હોવાનું બહાર આવ્યું
Body:દહેજની ફીલાટેક્ષમાંથી વિદેશમાં નિકાસ થતા રૂપિયા ૪.૧૫ કરોડના પોલીસ્ટર યાર્નની ચોરી કરનાર પાંચ આરોપીની પોલીસે કરી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે Conclusion:દહેજની ફીલાટેક્ષમાંથી ગત ફેબ્રુઆરી અને એપ્રિલ માસમાં ૨૬ કન્ટેનરોમાં પોલીસ્ટર યાર્નનાં કાર્ટુન સુરતના હજીરા પોર્ટ ખાતેથી પોલેન્ડ,બાંગ્લાદેશ અને સાઉથ કોરિયા સહિતના દેશમાં મોકલવામાં આવ્યા હતા જો કે જે તે દેશમાં પોલીસ્ટર યાર્ન પહોચતા તે ૪૪૦ મેટ્રિક ટન ઓછું હોવાનું બહાર આવતા આ અંગે રૂપિયા ૪.૧૫ કરોડની કિમતના પોલીસ્ટર યાર્નની ચોરી અંગે દહેજ પોલીસ મથકે ગુન્હો નોધાતા પોલીસે તપાસ શરુ કરી હતી.પોલીસે તપાસ દરમ્યાન દેશના વિવિધ રાજ્યોમાંથી ૫ આરોપીઓની ધરપકડ કરી છે,પોલીસે યુ.પી.નાં રહેવાસી હસીબુલ્લાહ ચોધરી,શિવરાજ પાંડે,સેલવાસના રહેવાસી જીત્નેદ્ર શર્મા,પુષ્પેન્દ્ર મિશ્રા અને યુ.પી.નાં રહેવાસી સોનુંસિંહ નામના આરોપીઓની ધરપકડ કરી છે.આ ગુન્હાનો મુખ્ય આરોપી સુધીર નામનો ઇસમ છે.સુધીરે ઝડપાયેલ આરોપીઓને બોગસ દસ્તાવેજોનાં આધારે ટ્રાન્સપોર્ટ કંપનીમાં ડ્રાયવર તરીકે નોકરી અપાવી હતી અને આખું ષડ્યંત્ર રચ્યું હતું.દહેજની ફિલાટેક્ષ કંપનીમાંથી કન્ટેનરો પોલીસ્ટર યાર્નનાં કાર્ટુન સુરતના હજીરા પોર્ટ ખાતે નીકળ્યા હતા એ દરમ્યાન નાની નરોલી ગામ પાસે કન્ટેનર ઉભા રાખી તેમાંથી યાર્નની ચોરી કરી લેવામાં આવી હતી અને બાદમાં તેને વિવિધ લીનકનાં આધારે દિલ્હી સહિતના પ્રદેશમાં વેચી દેવામાં આવતું હતું.પોલીસે ઝડપાયેલ આરોપીઓ પાસેથી રોકડ રકમ,૧૦ મોબાઈલ અને કાર મળી કુલ રૂપિયા ૧૫.૩૬ લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ ગેન્ગના નિશાના પર દેશની અન્ય મલ્ટી નેશનલ કંપનીઓ પણ હોવાનું બહાર આવ્યું છે
બાઈટ
રાજેન્દ્રસિંહ ચુડાસમા-એસ.પી.ભરૂચ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.