ભરૂચ નગર સેવા સદન દ્વારા દબાણ હટાવો ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. ભરૂચ નગર સેવા સદન, માર્ગ અને મકાન વિભાગ તેમજ ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી બોડા દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.
જેમાં ક્લેક્ટર કચેરીથી શ્રવણ ચોકડીને જોડતા માર્ગ પર ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવ્યા હતા. આગામી ચાર દિવસ સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં આ કામગીરી કરવામાં આવશે.