ETV Bharat / state

કોરોના વાઇરસની મહામારી વચ્ચે ભરૂચમાં કોરોના વાઇરસનો એકપણ કેસ પોઝિટિવ નહી - એકપણ પોઝેટીવ કેસ નહી

કોરોના વાઇરસની મહામારી વચ્ચે ભરૂચ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસના કોઈ પોઝેટીવ કેસ નોધાયો નથી, ત્યારે ભરૂચ જિલ્લામાં કુલ 19 લોકોના કોરોના વાઇરસના ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા આ તમામ કેસ નેગેટીવ આવ્યા છે.

કોરોના વાયરસની મહામારી વચ્ચે ભરૂચ જિલ્લામાં અત્યારસુધી કોરોના વાયરસનો એકપણ પોઝેટીવ કેસ નહી

author img

By

Published : Apr 8, 2020, 6:43 PM IST

ભરૂચઃ સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યો છે, તો ગુજરાતમાં પણ કોરોના વાઇરસના કેસમાં દિનપ્રતિદિન વધારો થઇ રહ્યો છે, ત્યારે મોટી ઓદ્યોગિક વસાહતો અને એન.આર.આઈ.ની વસ્તી ધરાવતો ભરૂચ જિલ્લો મહામારી વચ્ચે પણ હાલ સુધી સુરક્ષિત છે. એક તરફ કોરોના વાઇરસનો કહેર ચાલી રહ્યો છે, તો ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાઇરસનો કોઈ પોઝેટીવ કેસ નોધાયો નથી.

ભરૂચમાં અત્યાર સુધીમાં 19 લોકોના કોરોના વાઇરસના ટેસ્ટ કરાવવામાં આવ્યા છે, તે તમામ નેગેટીવ આવ્યા છે, તો ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી વિદેશથી આવેલા 300થી વધુ લોકોને હોમ કોરનટાઈન કરવામાં આવ્યા હતા. જે પેકી હવે માત્ર એક જ વ્યક્તિ હોમ કોરન્ટાઈન છે.

કોરોના વાઇરસની મહામારી વચ્ચે ભરૂચ જિલ્લામાં અત્યારસુધી કોરોના વાઇરસનો એકપણ પોઝેટીવ કેસ નહી

દિલ્હી ખાતે યોજાયેલા તબલીગી જમાતના કાર્યક્રમમાં ભરૂચ જિલ્લામાંથી 63 લોકોએ ભાગ લીધો હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે દેશના અન્ય રાજ્યો અને શહેરોમાં યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઇ આવેલા 100 જેટલા લોકોને કોરન્ટાઈન કરાયા બાદ હવે તમામના કોરોના વાઇરસનાં ટેસ્ટ કરાવવાની આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી ચાલી રહી છે.

કોરોના વાયરસનું સંક્રમણ બહાર આવતા જ ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ થઇ ગયું હતું અને કલમ 144 લગાવી દીધી હતી, ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અપાયેલા લોક ડાઉનનો કડક અમલ કરાવવાનું શરુ કરી દીધું હતું. ભરૂચ પોલીસ દ્વારા જિલ્લાની તમામ બોર્ડર સીલ કરવામાં આવી છે, તો ગોલ્ડનબ્રીજમાંથી પસાર થતા વાહનોને પણ અટકાવવામાં આવી રહ્યા છે.

ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અંકલેશ્વરની જય બહેન મોદી હોસ્પિટલને સ્પેશિયિલ કોવીડ હોસ્પિટલ જાહેર કરવામાં આવી છે, જ્યાં 100 બેડની સુવિધા ઉભી કરાઈ છે. ભરૂચ વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં કુલ 68 આઈશોલેશન બેડ ઉભા કરાયા છે. જેમાં 45 બેડ સરકારી હોસ્પિટલમાં અને અને 23 બેડની વ્યવસ્થા ખાનગી હોસ્પિટલમાં છે.

ભરૂચમાં વિવિધ હોસ્પિટલ મળી કુલ 455 કોરોન્ટાઈન બેડ તૈયાર રાખવામાં આવ્યા છે. ભરૂચ વહીવટી તંત્ર દ્વારા કોરોના વાઇરસની સ્થિતિની પહોચી વળવા કંટ્રોલ રૂમ પણ ઉભો કરાયો છે. કોઈ નાગરીકને વાઇરસ અંગેની જાણકારી અથવા દર્દી અંગેની માહિતી આપવી હશે તો તંત્રના કંટ્રોલ રૂમના નંબર 02642 252472 પર સંપર્ક કરી શકશે. ભરૂચ જિલ્લા વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા પગલા ભરવામાં આવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.