- ભરૂચ હિંદુસ્તાન નિર્માણ દળે પણ ચૂંટણીમાં ઝંપલાવ્યું
- હિંદુસ્તાન નિર્માણ દળની નગરપાલિકાની ચૂંટણીમાં એન્ટ્રી
- તમામ 11 વોર્ડમાં ઉમેદવાર ઊભા રાખવાની જાહેરાત
ભરૂચ: નગર સેવાસદનની ચૂંટણીમાં હિંદુસ્તાન નિર્માણ દળે પણ ઝંપલાવ્યું છે અને તમામ 11 વોર્ડમાં ઉમેદવારો ઊભા રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
ભરૂચમાં ખરાખરીનો જંગ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ધમધમાટ વચ્ચે ભરૂચ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ ઉપરાંત AIMIM-BTP ગઠબંધન અને ભરૂચ જનતા પક્ષ સાથે હવે હિન્દુ નેતા પ્રવિણ તોગડિયાના હિંદુસ્તાન નિર્માણ દળે પણ ઝંપલાવ્યું છે. હિંદુસ્તાન નિર્માણ દળે નગરપાલિકાના તમામ 11 વોર્ડમાંથી પોતાના ઉમેદવારો ઉભા રાખવાની જાહેરાત કરી છે અને સાથે જ મેનિફેસ્ટો પણ જાહેર કરવામાં આવ્યો છે આ ઉપરાંત મહત્વની જાહેરાત પણ કરવામાં આવી છે.
પક્ષ પલટો અને ભ્રસ્ટાચાર ન કરવાનું સોગંદનામું કરનારને ઉમેદવારીની તક આપવાની જાહેરાત કરવામાં આવી છે તો મેનિફેસ્ટોમાં દરેક વોર્ડમાં ભૌગોલીક પરિસ્થિતિને ધ્યાને લઇ સમસ્યાઓના નિરાકરણ માટે સ્થાનિક નાગરિકો સાથે મળી સચોટ નિરાકરણ લાવવું, સ્વાસ્થ્ય કેન્દ્ર, અત્યાધુનિક સુવિધાથી સજ્જ શાળા બનાવવી તેમજ માર્ગોના નવિનીકરણ સહિતના વાયદા કરવામાં આવ્યા છે.