ETV Bharat / state

Bharuch Crime : અંકલેશ્વર કમલમ તળાવમાંથી કોથળામાં યુવતીનો મૃતદેહ મળ્યો, પ્રેમ પ્રકરણમાં હત્યા થઈ હોવાની આશંકા - અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક

અંકલેશ્વર રામકુંડ નજીક આવેલ કમલમ તળાવમાં શંકાસ્પદ હાલતમાં યુવતી મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહ પાણીમાં તણાઈ ન જાય તેથી કોથળામાં પથ્થર નાખીને પાણીમાં ફેંકવામાં આવ્યો છે. જેના આધારે પ્રાથમિક તપાસમાં યુવતીની હત્યા થઈ હોવાનો અંદાજ છે.  અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે લાશનો કબજો મેળવી પીએમ કરવા સહિત વધુ તપાસ હાથ ધરી છે.

Bharuch Crime
Bharuch Crime
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 1, 2023, 4:23 PM IST

અંકલેશ્વર કમલમ તળાવમાંથી કોથળામાં યુવતીનો મૃતદેહ મળ્યો

ભરૂચ : અંકલેશ્વર રામકુંડ નજીક આવેલા કમલમ તળાવમાંથી કોથળામાં બાંધેલી હાલતમાં યુવતીનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસકર્મીને મળેલી બાતમીના આધારે તળાવમાં ફાયર વિભાગની ટીમ સાથે તપાસ કરાતા યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવતીની હત્યા થઈ હોવાનું પ્રાથમિક અનુમાન છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી FSL ટીમની મદદથી વધુ તપાસ હાથ ધરી છે.

તળાવમાં યુવતીનો મૃતદેહ : આ અંગે મળતી માહિતી અનુસાર ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ હેડ કોન્સ્ટેબલ ધનંજયસિંહ ઝાલાને ખાનગી રાહે વિગતો મળી હતી કે, અંકલેશ્વર રામકુંડમાં આવેલા કમલમ તળાવમાં એક યુવતીની હત્યા કરી તેનો મૃતદેહ કોથળામાં બાંધી કોઈને જાણ ન થાય તે પ્રકારે તળાવમાં નાખી દેવામાં આવ્યો છે. બાતમીના આધારે ભરૂચ લોકલ ક્રાઇમબ્રાન્ચ પોલીસ, અંકલેશ્વર DySP ચિરાગ દેસાઈ તેમજ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકની ટીમ દ્વારા ફાયર વિભાગની મદદથી તળાવમાં યુવતીના મૃતદેહ અંગે શોધખોળ આરંભી હતી. જેમાં કલાકોની જહેમત બાદ એક કોથળો મળી આવ્યો હતો.

કોથળામાં બાંધેલો મૃતદેહ : કોથળો ખોલતા જ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કોથળામાં બાંધેલી હાલતમાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે માહિતી આપતા અંકલેશ્વર DySP ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું કે, ભરૂચ લોકલ ક્રાઇમબ્રાન્ચ પોલીસને યુવતીનો મૃતદેહ તળાવમાં નાખવામાં આવ્યો હોવાના ઈનપુટ મળ્યા હતા. જે માહિતીના આધારે ફાયર વિભાગની ટીમ સાથે મળી યુવતીનો મૃતદેહ અંગે શોધખોળ કરતા કલાકોની જહેમત બાદ તળાવમાંથી એક કોથળો મળી આવ્યો હતો. કોથળામાં યુવતીનો બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.

પોલીસ તપાસ : DySP ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું કે, ખાસ કરીને કોથળો તળાવમાં ઉપર તણાઈ ન આવે તે માટે આરોપીએ પથ્થરો ભરી દીધા હતા. જોકે હાલ સુધીમાં આ યુવતીની ઓળખ થઈ શકી નથી. યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવા ઉપરાંત મોત અંગેનું કારણ શોધવા અને ગુનાને ડિટેક્ટ કરવા માટે FSL ટીમની મદદ પણ લેવામાં આવશે. શકમંદ આરોપીએ આપેલા ઓળખ આધારે હાલ વેરિફિકેશનની પ્રક્રિયા શરૂ છે. યુવતીના વેરિફિકેશન બાદ આ અંગેની વધુ વિગતો સામે આવશે.

પ્રેમપ્રકરણમાં હત્યાની આશંકા : અત્રે ઉલ્લેખનિય છે કે, પ્રેમ પ્રકરણમાં યુવતીની હત્યા થઈ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સાથે જ આજથી 22 દિવસ પહેલા યુવતીની નિર્મમ હત્યા કરી તેને કોથળામાં બાંધી મૃતદેહને તળાવમાં હત્યાની જાણ ન થાય તે રીતે ફેંકી દેવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. લીવ ઇન રિલેશનશિપમાં રહેતી યુવતીની પ્રેમ પ્રકરણમાં હત્યા થયું હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે. પરંતુ પોલીસ તપાસ બાદ જ આ અંગેની સચોટ વિગતો સામે આવશે.

  1. Bharuch Crime News : અંકલેશ્વરમાં નરાધમ જીજાએ 15 વર્ષીય સગી સાળી પર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી
  2. Bharuch Crime News : સરકારી સંપત્તિની ચોરી કરનાર પંજાબી ગેંગના સાગરિતો ઝડપાયા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.