અંકલેશ્વર : અંકલેશ્વર વિસ્તારમાં નરાધમ યુવકે પરણિતાનો સ્નાન કરતો વિડીયો ઉતારી બ્લેકમેલ કરી દુષ્કર્મ આચર્યું હતું. પરણિત મહિલાને અલગ અલગ સ્થળે લઇ જઈ વારંવાર દુષ્કર્મ આચરતા સમગ્ર મામલે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીના કલાકોમાં યુવકની ધરપકડ કરી નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહિલાને બ્લેકમેલ કરી : પરણિત મહિલા પર વારંવાર દુષ્કર્મ આચરનારા યુવક સામે ફરિયાદ નોંધાવવામાં આવતાં અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે જોતજોતામાં આરોપી હવસખોર યુવકને પકડી લીધો હતો. પરણિત મહિલાનો સ્નાન કરતો વિડીયો ઉતારીને મહિલાને બ્લેકમેલ કરી રહેલા યુવકે મહિલાને અલગ અલગ સ્થાને લઇ જઈ વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ સામે આવ્યો હતો.
આ પણ વાંચો Jamnagar News: જામનગરમાં લંપટ પ્રિન્સિપાલે 15 વર્ષની વિદ્યાર્થીની સાથે આચર્યું દુષ્કર્મ
વિડીયો વાયરલ કરવાની ધમકી : પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર વિસ્તારમાં પરિણીતાનો સ્નાન કરતો વિડીયો પ્રદીપ વસાવા નામના યુવકે ચોરી ચુપકે ઉતારી લીધો હતો. જે બાદ એ વિડિયો પરિણીતાને સોશિયલ મીડિયા પર મોકલી આપીને બ્લેકમેલ કરવાની શરૂઆત કરી હતી. આરોપીએ પરણિત મહિલા પાસે શરીરસુખની માંગણી કરી હતી. જો તે માંગ ન સ્વીકારે તો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી. જે બાદ પરણિતાની મરજી વિરુદ્ધ વારંવાર નજીકમાં આવેલ અન્ય એક ગામની સીમમાં લઇ જઈ દુષ્કર્મ આચર્યું હતું.
ગર્ભ પડાવી દીધો : વારંવાર પોતાની સાથે થઇ રહેલા દુષ્કર્મને લઇ પરણિતાને ગર્ભ રહી ગયો હતો જે બે માસના ગર્ભ અંગે નરાધમ પ્રદીપ વસાવાને કહેતા તેણે ગર્ભ પાડવાનું જણાવી તેને ગોળી આપી ગર્ભ પડાવી નાખ્યો હતો. અંતે પ્રદીપ વસાવાથી કંટાળીને પરણિતાએ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પ્રદીપ વસાવા વિરુદ્ધ દુષ્કર્મ તેમજ આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી બી ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં પ્રદીપ વસાવાની ધરપકડ કરી લીધી છે.
આ પણ વાંચો Surat Crime : માંગરોળના મોટા બોરસરામાં ટ્રકચાલકે બાળકી પર દુષ્કર્મ આચર્યું, આરોપીની કડી મળી
આરોપીની ધરપકડ : અંકલેશ્વરના ડીવાયએસપી ચિરાગ દેસાઈના જણાવ્યા અનુસાર આરોપીએ પરણિતાનો સ્નાન કરતો વીડિયો ઉતારી લીધેલો અને આ વીડિયો પરણિતાના સોશિયલ મીડિયા પર મોકલી આપેલો અને કહેલ કે તું મારી સાથે શરીર સંબંધ નહીં રાખે તો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દેવાની ધમકી આપેલ. આ ધમકી દ્વારા પરણિતા સાથે બળજબરીપૂર્વક અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. જેમાં પરણિત યુવતીને ગર્ભ રહી ગયેલ અને ગર્ભપાતની ગોળીઓ પણ આપેલ. હાલ આરોપીનું મેડિકલ ચેકઅપ કરીને આગળની વધુ તપાસ હાથ ધરી છે.