ભરુચ : અંકલેશ્વરમાં પ્રેમી સાથે રહેતી યુવતીની હત્યાના પ્રકરણમાં મોટો ખુલાસો થયો છે. યુવકના મોટાભાઈએ યુવતીનું ગળું દબાવી અને નાનાભાઈએ પગ પકડી હત્યા કરી નાખી હતી. તેના મૃતદેહને કોથળામાં બાંધી અન્ય મિત્રોની મદદથી કમલમ તળાવમાં પથ્થર બાંધી ફેંકી દેવામાં આવી હતી.જેનો ભાંડો ફૂટતા પોલીસે પ્રેમી,મોટાભાઈ અને તેના મિત્રની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.Intro:અંકલેશ્વર કોથળામાં બાંધેલી મળી આવેલી યુવતીની હત્યાનો મામલે અપડેટ સામે આવ્યું છે. અંકલેશ્વર પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ હત્યા કરાયેલી યુવતીનું નામ મયુરી ભગત છે.
ત્રણ આરોપીઓની ધરપકડ : 22 દિવસ અગાઉ બાંધકામની સાઈટ ઉપર મયુરી ભગત નામની યુવતીની હત્યા સોહમ ગંગવાની અને તેના મોટાભાઈ સંજય ગંગવાનીએ કરી હતી.ત્યારબાદ સોહમ ગંગવાની અને સંજય ગંગવાની એ યુવતીની લાશનો નિકાલ કરવા માટે અન્ય મિત્રોની મદદથી યુવતીની લાશને અંકલેશ્વર રામકુંડ ખાતે આવેલ કમલમ તળાવમાં કોથળાને પથ્થર વડે બાંધીને નાખી દીધી હતી. યુવતીની હત્યા મામલે અંકલેશ્વર પોલીસે અંકલેશ્વર ખાતેથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે એક અન્ય મુખ્ય આરોપી સોહમ ગંગવાની કે જે યુવતી સાથે લીવ ઇન રિલેશનશિપમાં રહેતો હતો તેની ધરપકડ ભરૂચ એલસીબી પોલીસે બેંગ્લોર ખાતેથી કરી લીધી છે. હાલ ભરૂચ એલસીબી પોલીસ દ્વારા મુખ્ય આરોપીને બેંગ્લોરથી લઈને ભરૂચ આવવા માટે રવાના થઈ ગઈ છે.
કંકાસના પગલે હત્યા : અંકલેશ્વરમાં લિવ ઇન રિલેશનશીપમાં રહેતી 20 વર્ષીય યુવતીને રોજીંદા કંકાસ ન કરવા સમજાવટ વેળા ઉશ્કેરાયેલા પ્રેમીના મોટા ભાઇએ ગળું દબાવી તેમજ પ્રેમીએ પગ પકડી રાખી મોતને ઘાટ ઉતારી કોથળામાં લાશને બાંધી તળાવમાં ફેંકી દેવા મામલે પોલીસે બંન્ને ભાઈ સહિત મિત્રોની અટકાયત કરી હત્યાનો ભેદ ઉકેલ્યો હતો.
યુવતીની ઓળખ થઇ : અંકલેશ્વરમાં ગત 1નવેમ્બરે સવારે રામકુંડ નજીક આવેલ કમલમ તળાવમાંથી એક યુવતીની હત્યા કરી કોથળામાં બાંધી દીધેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જે મામલે પોલીસે ઉંડાણપૂર્વક તપાસ કરતા અનેક રહસ્યો પરથી પડદા ઉઠી ગયા છે. મુળ બેંગલોરના રોજગારી અર્થે છેલ્લા દોઢેક મહિનાથી અંકલેશ્વરના ગુજરાત હાઉસીંગ બોર્ડના મકાનમાં ભાડેથી રહેતા સૌરભ ગંગવાનીને ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલ નવાપુરા ગામની મયુરી ભગત વચ્ચે આજથી અઢી વર્ષ પહેલા instagram થી મિત્રતા થઈ હતી અને પતિ-પત્ની તરીકે લિવ ઇન રીલેશનશીપમાં રહેતા હતાં.
પ્રેમીના ભાઈએ ઉશ્કેરાઇને ગળું દબાવ્યું : છેલ્લા ઘણા મહિનાથી તેમના વચ્ચે અણબનાવ ચાલતા હતા. જેને લઇ બંનેને સમજાવવા સૌરભના મોટાભાઈ સંજય ગંગવાણીએ 9મી ઓક્ટોબરે પોતાના ઘરે પુષ્પકુંજ સોસાયટીમાં બોલાવ્યા હતાં. જ્યાં તેની સાથે રહેતા અન્ય મિત્રોને તેણે પારિવારિક અણબનાવનું સમાધાન ચાલતુ હોવાનું કહી બહાર મોકલી દીધા હતાં. બંન્ને વચ્ચેના અણબનાવ મીટાવા સંજયે મયુરીને ઝઘડા ન કરવા અને શાંતિથી રહેવા સમજાવી હતી.પરંતુ મયુરી ન સમજીને સંજયની સામે બોલતી હતી. જેથી સંજય ઉશ્કેરાઈ મયુરીનું ગળું દબાવી દીધું હતું. જ્યારે સૌરવે મયુરીના પગ પકડી રાખ્યા હતા. જોકે તેમ છતાંય તે ન મરતા અને તેની શ્વાસ ચાલતી હોય સંજયે તેના ગમછા વડે ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી.
લાશનો નિકાલ : ઉશ્કેરાયેલા ભાઈઓ ગળું દબાવી હત્યા કર્યા બાદ કાનુની કાર્યવાહીથી બચવા મિત્ર સાથે મળી લાશનો નિકાલ કર્યો હતો. બંને ભાઈઓએ મયુરીને હત્યા કરી નાખ્યા બાદ પ્રથમ જુના દિવાની શિવદર્શન સોસાયટીમાં રહેતા મિત્ર મન ઉર્ફે ગોલું તુકારામ વેરેકરને બોલાવી લાવી નાયલોનની દોરીથી બરાબર લાશને બાંધી કોથળામાં બાંધી મન ઉર્ફે ગોલું સાથે મળી પોતે બાઈક પર કોથળામાં લાશને લઈને રામકુંડ કમલમ તળાવ જ્યાં રાત્રે લોકોની અવરજવર ઓછી હોય ત્યાં પહોંચી ભરથરી ઉર્ફે બદ્રી નામના અન્ય ઈસમની મદદથી દિવાલના સિમેન્ટ અને ઇટનો મોટા ટુકડા વડે કોથળા ઉપર બાંધી મયુરીને મૃતદેહને કમલમ તળાવમાં ફેંકી પલાયન થઈ ગઈ હતાં.
લાશના નિકાલની પોલીસને બાતમી મળી : એક બાતમીએ ભાંડો ફોડ્યો લાશના તળાવમાં હોવા અંગે ગત 31 ઓક્ટોબરના રોજ રાત્રે 10 વાગ્યે હેડ કોન્સ્ટેબલ ધનંજયસિંહ વિક્રમસિંહને મળેલી માહિતીના આધારે પોલીસે ફાયર વિભાગની મદદથી તળાવમાં તપાસ કરાવતા તળાવમાંથી કોથળો મળી આવતા હત્યાનો ભાંડો ફૂટ્યો હતો અને બંને ભાઈઓની કાળી કરતુત સામે આવી હતી. પોલીસે સંજય ગોવિંદ લાલ ગંગવાણી અને મન ઉર્ફે ગોલુ તુકારામ વેરેકરને ઝડપી પાડી તેમણે બતાવેલા સ્થળ પરથી મયુરીના મૃતદેહને બહાર કાઢી ફોરેન્સિક લેબમાં મોકલી આપી હતી.
પૂછપરછમાં પકડાયેલ મોટાભાઇ સંજય ગોવિંદલાલ ગંગવાણી અને મિત્ર મન ઉર્ફે ગોલુ તુકારામ વેરેકર પોલીસની સામે પોપટની જેમ બોલી જતા હત્યાનો ભેદ ઉકેલાયો હતો. જે મામલે પોલીસે મામલાની ગંભીરતા પારખી તાત્કાલિક ગુનો દાખલ કરી મુખ્ય આરોપી સૌરભ ગંગવાણીની શોધખોળ આદરી હતી. જે બેંગલોર હોવાની વિગતો ટેકનિકલ સર્વિલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સ મારફતે સામે આવતા એલસીબીની ટીમને બેંગલોર રવાના કરી મુખ્ય આરોપીને દબોચી લીધો હતો અને ભરથરી ઉર્ફે બદ્રીને પણ ઝડપી પાડી હવે ત્રણેના 4 દિવસના રીમાન્ડ મેળવી વધુ લોકોની સંડોવણી છે કે કેમ? તે દિશામાં તપાસ હાથ ધરી છે...ચિરાગ દેસાઈ (ડીવાયએસપી, અંકલેશ્વર )
યુવતીના પરિવારને શોધવાની કોશિશ : જોકે પોલીસને હજીય મયુરી ભગતના પરિવારજનોનો પતો નહી મળતા પોલીસે પ્રથમ શોધખોળ આદરી છે. પોલીસે પ્રેમી સંજય ગંગવાણી તેના મોટાભાઈ સૌરભ ગંગવાણી અને મિત્ર મન ઉર્ફે ગોલુ તુકારામ વેરેકર અને ભરથરી ઉર્ફે બદ્રી સામે આઇપીસીની કલમ 302,120 બી અને 201હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
- Bharuch Crime : અંકલેશ્વર કમલમ તળાવમાંથી કોથળામાં યુવતીનો મૃતદેહ મળ્યો, પ્રેમ પ્રકરણમાં હત્યા થઈ હોવાની આશંકા
- Ahmedabad Crime : ફિલ્મી સ્ટોરીને ટક્કર આપે તેમ ભુવાજીએ પ્રેમીકાની હત્યાનો પ્લાન સફળ, છતાં એક વર્ષે ભાંડો ફૂટી ગયો
- Tapi Crime : કચરાના ઢગલામાંથી યુવતીના મળેલા મૃતદેહનો 20 દિવસ બાદ પડદો ઊંચકાયો, પતિએ કરી હત્યા