ભરૂચ: જિલ્લામાં મંગળવારે કોરોના વાઇરસના 24 પોઝિટિવ કેસ નોધાયા છે. જ્યારે 24 દર્દી સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવી હતી.
ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ કુલ કેસની સંખ્યા 1354 પર પહોંચી છે. કોરોના પોઝિટિવ 4 દર્દીને કોવિડ સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
ભરૂચ કોરોના અપડેટ
કુલ પોઝિટિવ કેસ - 1354
કુલ ડિસ્ચાર્જ - 1147
કુલ સક્રિય કેસ - 182
કુલ મોત - 25
ભરૂચ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ યથાવત રહ્યું છે. ભરૂચ જિલ્લામાં કોરોના વાઇરસના 24 કેસમાં ભરૂચમાં 12 અંકલેશ્વરમાં, 10 જ્યારે આમોદ અને જંબુસરમાં કોરોનાનો 1-1 પોઝિટિવ કેસ નોધાયો છે. મંગળવારે જિલ્લામાં કોરોનાના કારણે 4 દર્દીઓના મોત થયા હતા. તેમના કોવિડ સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જો કે, મૃતક દર્દીઓનો ડેથ ઓડીટ રીપોર્ટ ન આવતા તંત્રના ચોપડે અત્યાર સુધી 25 દર્દીના મોતનો આંકડો જ દર્શાવવામાં આવ્યો છે.