કેન્દ્ર સરકારના માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા ટ્રાફિકના નવા નિયમો અમલી બનાવવામાં આવ્યા છે. ગુજરાતમાં સત્તાવાર રીતે 1 નવેમ્બરથી તેનો અમલ શરુ કરી દેવામાં આવ્યો છે. જેને લઇને ભરૂચ જિલ્લામાં પણ પોલીસ દ્વારા ઠેર ઠેર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ભરૂચના શહેરી વિસ્તારમાં ટ્રાફિક નિયમના ભંગ બદલ વાહન ચાલકો પાસે 11 દિવસમાં 4.11 લાખ રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો છે.
1 નવેમ્બરથી 11 નવેમ્બર સુધીના સમયગાળામાં ચાર શહેરી વિસ્તારમાં વાહન ચાલકો પાસે રૂપિયા 4.11 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. તો તેની સામે 1291 કેસ નોંધવામાં આવ્યા છે. હેલમેટ ન પહેરવામાં 120 કેસ અને દંડ તરીકે 60 હજાર રૂપિયા વસુલવામાં આવ્યા છે, સીટબેલ્ટ ન લગાવવાના 306 કેસમાં 1.53 લાખ દંડ વસુલ કરવામાં આવ્યો છે. ચાલુ વાહનમાં મોબાઈલ પર વાત કરવાના 34 કેસમાં 17 હજાર દંડ વસુલ કરવામાં આવ્યો, જ્યારે અન્ય ટ્રાફિક નિયમ ભંગનાં 831 કેસમાં 1.81 લાખ દંડ વસુલ કરવામાં આવ્યો છે. ઉપરાંત કુલ 87 વાહનોને ડીટેઇન કરવામાં આવ્યાં છે.