ETV Bharat / state

ભરૂચમાં લુખ્ખાઓનો આતંક, બંધુક્ની અણીએ ઉદ્યોગપતિ સાથે લાખોની લૂંટ - business of making gypsum powder

ભરૂચ શહેરના એક ઉદ્યોગપતિને(Bharuch businessman kidnapping case) ઉત્તમ ગુણવત્તાનું જીપ્સમ આપવાનું કહીને(Kidnapping case in Bharuch) તેને ગાડીમાં બેસાડીને વડોદરાના પોર નજીક લઇ જવામાં આવાયો હતો. આ ઉપરાંત તેને બંધુક બતાવી હતી અને હવામાં બંધુક ફાયરિંગ કરીને મારી નાખવાની ધમકી આપી પૈસાની માંગણી કરી હતી. આ બાદ ગણતરીના કલાકોમાં ભરૂચ પોલીસે આરોપીને ઝડપી પડ્યો હતો.

Bharuch businessman kidnapping case: ભરૂચના એક ઉદ્યોગપતિને અપરહરણ કરી જાનથી મારી નાખવાની ધમકી સાથે લાખોની લૂંટ

author img

By

Published : Apr 26, 2022, 7:46 PM IST

ભરૂચ: શહેરના એક ઉદ્યોગપતિને વડોદરાથી સારી ગુણવત્તાનું જીપ્સમ અપાવવાના બહાને તેમનું અપહરણ(Bharuch businessman kidnapping case) કરવામાં આવ્યું હતું. 13 એપ્રિલે 2022ના રોજ વેપારી પરિચિત્તે નર્મદા ચોકડીથી લઈ જઈ વડોદરાના પોર પાસે હવામાં ફાયરિંગ કરી બંદૂકની અણીએ રુપિયા 15.48 લાખની ખંડણી(death threats for getting ransom) તેમજ લૂંટ ચલાવી હતી. આ મામલે ભરૂચ પોલીસે ગણતરીના દિવસોમાં(Bharuch Police investigation) જ મુખ્ય સૂત્રધારને રાજસ્થાનથી ઝડપી પાડ્યો છે.

ભરૂચ પોલીસે ગણતરીના દિવસોમાં જ મુખ્ય સૂત્રધારને રાજસ્થાનથી ઝડપી પાડ્યો છે.

અપૂર્વ શાહ ઉદ્યોગપતિનો વ્યવસાય - ભરૂચ શહેરના ભોલાવની સ્નેહદીપ સોસાયટીમાં રહેતા અપૂર્વ ભરત શાહ હાલ મુંબઈ બોરીવલીમાં રહે છે. તેઓની કાંદીવલીમાં ઓફીસ આવેલી છે. ઉપરાંત તેઓ દહેજના અલાદરા અને સુરતના બોરસરામાં મહાવીર મિનરલ્સ નામની ફેકટરીઓ(Mahavir Minerals Factories) પણ ધરાવે છે. જેઓ મરીન અને ફોસ્ફો જીપ્સમમાંથી જીપ્સમ પાઉડર બનાવવાનો વ્યવસાય(business of making gypsum powder) કરે છે.

આ પણ વાંચો: Ahmedabad Kidnapping Case : ગુજરાત હાઈકોર્ટે વાડજ પોલીસની કાઢી ઝાટકણી, શું હતું કારણ, જાણો

ધંધાર્થી સંબંધોને લઈ અપૂર્વ શાહનો ભીમસિંગ ઉર્ફે ભીમા સાથે પરિચય

ધંધાર્થી સંબંધોને લઈ અપૂર્વ શાહનો ભીમસિંગ ઉર્ફે ભીમા સાથે પરિચય - ગત 11 એપ્રિલે 2022ના રોજ ભીમસિંગે અપૂર્વને સતત ફોન કરી વડોદરામાં સારી ક્વોલિટીનું જીપ્સમ હોવાનું કહેતા અપૂર્વ શાહ ભરૂચ પોતાના ઘરે આવી રોકાયા હતા, જ્યાંથી 13 એપ્રિલે નર્મદા ચોકડીથી પોતાની ક્રેટા કારમાં ભીમસિંગ સહિત અન્ય વ્યક્તિઓ સાથે વડોદરા જવા નીકળ્યા હતા. આ દરમિયાન કરજણ ટોલ ટેક્સ પસાર થયા બાદ ભીમાએ ગાડી હું ચલાવી લેવાનું કહી પોર તરફ આગળ હંકારી હતી. આ દરમિયાન હરિયાણા પાસિંગની બોલેરો કારે તેમની ક્રેટાને આંતરી હતી. ત્યારબાદ પોરથી 5 કિમિ અંદર અવાવરું જગ્યાએ કાર થોભાવી ક્રેટામાં બેસેલી વ્યક્તિએ અપૂર્વને દેશી બંદૂક બતાવી કારની પાછલી સીટમાં બેસી જવા કહ્યું હતું. આ દરમિયાન બોલેરોમાંથી અન્ય 2 લોકો ક્રેટામાં વેપારીની આજુબાજુ બેસી ગયા હતા. વેપારીના પેટ પર બંદૂક મૂકી તેની પાસેથી આરોપીઓએ રૂપિયાની માંગણી શરૂ કરી હતી.

વેપારીને આખા પરિવારને મારી નાખવાની ધમકી - હવામાં ફાયરિંગ કરી માર મારી રૂપિયા માંગતા ફેક્ટરી માલિકે તેઓના પરિચિતોને ભરૂચ, વડોદરા, પાનોલી અને મુંબઈ ફોન કર્યો હતો. આ બાદ તેઓએ રૂપિયા 11 લાખથી વધુ રોકડ રકમની વ્યવસ્થા મોતના ડરથી કરાવી હતી. જે બાદ બોલેરો કારમાં સવાર આરોપીઓ અલગ અલગ સ્થળોએથી રૂપિયા લઈ આવ્યા હતા. જોકે, ઘટના અંગે પોલીસ ફરિયાદ કરી તો આખા પરિવારને મારી નાખવાની ધમકી(death threats for getting ransom) આપી વેપારીને તેની જ કારમાં બાંધી દેવામાં આવ્યો હતો. વધુમાં વેપારીએ પહેરેલી ડાયમંડની વીંટી, સોનાની ચેઇન, રુપિયા 5 હજાર રોકડા, ડેબિટ કાર્ડ, પર્સ લઈ આરોપીઓ ફરાર થઇ ગયા હતા.

આ પણ વાંચો: Ahmedabad Kidnapping Case: પૈસા પડાવવા માટે પોલીસ બન્યો ગુનેગાર, પોલીસ અને trb જવાને અપહરણ કરી 30 હજાર રોકડા પડાવ્યા

16 કલાક પોતાની કારમાં જ ઉદ્યોગપતિ બંધક - ATMમાંથી પણ ડેબિટ કાર્ડ વડે રૂપિયા 72 હજાર ઉપાડી લીધા હતા. 16 કલાક સુધી પોતાની કારમાં જ ફેકટરી માલિક બંધક રહ્યા બાદ શુક્રવારે રાતે ભરૂચ સી' ડિવિઝન પોલીસ મથકે ભીમસીંગ સહિત અન્ય 5 આરોપી સામે રુપિયા 15.48 લાખની ખંડણી અને લૂંટની ફરિયાદ નોંધાવી હતી, ત્યારે આ મામલે ભરૂચ પોલીસે ગણતરીના દિવસોમાં(Bharuch Police investigation ) જ મુખ્ય સૂત્રધાર ભીમસિંહ સોરેન ઉર્ફે ભીમાને રાજસ્થાનથી ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની વધુ પૂછપરછ કરતાં તેને રૂપિયાની જરૂરિયાતા ઉભી થતા લૂંટ માટે હરિયાણાથી કુખ્યાત આરોપીની ગેંગ બોલાવી ઘટનાને અંજામ આપ્યો હોવાનું બહાર જણાવ્યુ હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.