ETV Bharat / state

ભરૂચ ભાજપના હોદ્દેદારનો દારૂબંધીના લીરેલીરા ઉડાડતો વીડિયો વાયરલ

ભરૂચ: જિલ્લા ભાજપના હોદ્દેદારનો દારૂબંધીના લીરેલીરા ઉડાડતો, ભાજપ હોદ્દેદારનો દારૂની બોટલ સાથે કાયદાને પડકાર ફેંકતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખળભળાટ મચી ગયો હતો. સ્ટેટ કંટ્રોલ બ્યુરોના આદેશથી ભરૂચ પોલીસે પણ તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો.

bharuch
ભરૂચ ભાજપના હોદ્દેદારનો દારૂબંધીના લીરેલીરા ઉડાડતો વિડીયો વાયરલ
author img

By

Published : Dec 14, 2019, 11:14 PM IST

ભરૂચ ભાજપ OBC મોરચાના કાર્યકર મોદીનો હાથમાં દારૂની બોટલ સાથેનો ટીકટોક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેણે હાથમાં વિદેશીદારૂની બોટલ બતાવવા સાથે તેના ગિરેબાન પર કોઇ જ હાથ ન નાંખી શકે તેવા ડાયલોગ માર્યો હતો. ઉપરાંત પોતાની સરખામણી PM મોદી સાથે પણ કરી હતી. ભરૂચ ભાજપ OBCના ઉપપ્રમુખ કમલેશ મોદીના દારૂબંધીના લીરેલીરા ઉડાડતા વીડિયોએ ચકચાર મચાવી છે. પહેરેલા સોનાનો ઘમંડ અને નરેન્દ્ર મોદીના નામના ઉલ્લેખ સહિત કાયદાને પડકાર ફેંકતા વીડિયોની ગૃહ વિભાગે ગંભીર નોંધ લેતા સ્ટેટ કંટ્રોલએ ભરૂચ પોલીસ પાસે મામલાની માહિતી માગી છે.

ભરૂચ ભાજપના હોદ્દેદારનો દારૂબંધીના લીરેલીરા ઉડાડતો વીડિયો વાયરલ
સૂચના આપતા SP રાજેન્દ્રસિંહ ચુડાસમાએ ભરૂચ ડિવિઝન પોલીસ તરફ તપાસની કાર્યવાહીના આદેશ કર્યા હતા. આ મામલે તપાસનો દોર શરૂ થતા નેતાજી કમલેશ મોદી ભૂગર્ભમાં ઉતરી ગયા છે. તો બીજી તરફ શહેર અને જિલ્લા ભાજપ અગ્રણીઓ મામલે કંઈ પણ કેહવા ઇન્કાર કરી રહયા છે. પોલીસે કમલેશ મોદીના ઘરે તપાસ કરતા વાંધાજનક કોઈ વસ્તુ મળી આવી ન હતી.

Intro:ભરૂચ ભાજપના હોદ્દેદારનો દારૂબંધીના લીરેલીરા ઉડાડતો ટીકટોક વિડીયો વાયરલ

-સ્ટેટ કંટ્રોલ બ્યુરોની સુચના આધારે ભરૂચ પોલીસે તપાસ શરુ કરી

-ભાજપ હોદ્દેદારનો દારૂની બોટલ સાથે કાયદાને પડકાર ફેંકતો વિડીયો થયો હતો વાયરલ
Body:ભરૂચ ભાજપના હોદ્દેદારનો દારૂબંધીના લીરેલીરા ઉડાડતો ટીકટોક વિડીયો શોશ્યલ મીડિયામાં વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે ત્યારે સ્ટેટ કંટ્રોલ બ્યુરોનાં આદેશથી ભરૂચ પોલીસે પણ તપાસનો ધમધમાટ શરુ કર્યો છે Conclusion:ભરૂચ ભાજપ બક્ષીપંચ મોરચાના કાર્યકર ખ મોદીનો હાથમાં દારૂની બોટલ સાથેનો ટીકટોક વિડીયો વાયરલ થયો છે ભરૂચના બીજેપી બક્ષીપંચ મોરચાનો કાર્યકર કમલેશ મોદી ઉર્ફે મુન્નો તેના ભાઇ સાથે કસક વિસ્તારમાં રેડિયમ ગ્રાફિકની દુકાન ચલાવે છે. જોકે હાલમાં તેનો ટીક ટોક વિડીયો વાયરલ થયો છે. જેમાં તેણે હાથમાં વિદેશીદારૂની બોટલ બતાવવા સાથે તેના ગિરેબાન પર કોઇ જ હાથ ન નાંખી શકે તેવા ડાયલોગ માર્યો હતો. ઉપરાંત પોતાની સરખામણી નરેન્દ્ર મોદી સાથે પણ કરી હતી ભરૂચ ભાજપ બક્ષીપંચના ઉપપ્રમુખ કમલેશ મોદીના દારૂબંધીના લીરેલીરા ઉડાડતા બે ટિક્ટોક વીડિયોએ ચકચાર મચાવી છે. પહેરેલા સોનાનો ઘમંડ અને નરેન્દ્ર મોદીના નામના ઉલ્લેખ સહીત કાયદાને પડકાર ફેંકતા વીડિયોની ગૃહ વિભાગે ગંભીર નોંધ લેતા સ્ટેટ કંટ્રોલએ ભરૂચ પોલીસ પાસે મામલાની માહિતી માંગી છે. સૂચના આપતા એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ ભરૂચ સી ડિવિઝન પોલીસ તરફ તપાસની કાર્યવાહીના આદેશ કર્યા છે. મામલે તપાસનો દોર શરૂ થતા નેતાજી કમલેશ મોદી ભૂગર્ભમાં ઉતરી ગયા છે તો બીજી તરફ શહેર અને જિલ્લા ભાજપ અગ્રણીઓ મામલે કંઈપણ કેહવા ઇન્કાર કરી રહયા છે.પોલીસે કમલેશ મોદીના ઘરે તપાસ કરતા વાંધાજનક કોઈ વસ્તુ મળી આવી ન હતી

બાઈટ
જે એસ નાયક – ડી.વાય.એસ.પી. , હેડ ક્વાર્ટર- ભરૂચ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.