ETV Bharat / state

બંધ કંપનીમાં ટ્રિપલ મર્ડર કરી લૂંટના ગુનાને અંજામ આપનારા 5 આરોપીની ધરપકડ - triple murder in bharuch

ભરૂચ: અંકલેશ્વરના ઉંટિયાદરા ગામની બંધ કંપનીમાં 3 સિક્યુરિટી ગાર્ડની હત્યા કરી લૂંટના ગુનાને અંજામ આપનારા 5 આરોપીની ભરૂચ પોલીસે ધરપકડ કરી છે. મુખ્ય સૂત્રધારે અન્ય આરોપીને માતાજીના કસમ આપી લૂંટ કરાવી હોવાનો ખુલાસો સામે આવ્યો હતો.

ભરૂચમાં બંધ કંપનીમાં ટ્રિપલ મર્ડર કરી લૂંટના ગુન્હાને અંજામ આપનાર 5 આરોપીની ધરપકડ
author img

By

Published : Sep 30, 2019, 11:58 PM IST

અંકલેશ્વરના ઉંટિયાદરા ગામ નજીક આવેલી અને છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં રહેલ પી.જી.ગ્લાસ કંપનીને ગત તારીખ 17 સપ્ટેમ્બરની રાત્રીએ ધાડપાડુઓએ નિશાન બનાવી હતી અને કંપનીની સુરક્ષા કરનારા 3 સિક્યુરિટી ગાર્ડ દેવા રબારી,પીરા રબારી અને ગોવા રબારીની ઘાતકી હત્યા કરી લૂંટના ગુનાને અંજામ આપ્યો હતો. લૂંટ વિથ ટ્રિપલ મર્ડરની ઘટનાથી જિલ્લાન પોલીસ દોડતી થઈ હતી અને આરોપીઓને પકડવા આકાશ પાતાળ એક કરી દીધા હતા જેમાં પોલીસને સફળતા મળી છે અને પોલીસે સુરતના અમરોલી વિસ્તારના કોસાડ આવાસમાં રહેતા આરોપીની ધરપકડ કરી છે.

ભરૂચમાં બંધ કંપનીમાં ટ્રિપલ મર્ડર કરી લૂંટના ગુન્હાને અંજામ આપનાર 5 આરોપીની ધરપકડ

અમરોલી સ્થિત કોસાડ આવાસમાં રહેતા લાલા નામના કુખ્યાત આરોપીને કોલોનીમાં રહેતા કેટલાક લબર મુછીયાઓ નાની મોટી ચોરી કરતા અને અંધશ્રદ્ધાળુ હોવાનું ધ્યાને આવ્યું હતું. આ અગાઉ લાલાએ પી.જી.ગ્લાસ કંપનીમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ પણ કર્યો હતો. આથી તેણે 13 લોકોની ટોળકી બનાવી ફરી કંપનીમાંથી ભંગાર ચોરીનો પ્લાન બનાવ્યો હતો. તારીખ 17મી રાત્રીએ આ આરોપીઓ બે વાહનોમાં પી.જી.ગ્લાસ કંપની નજીક પહોંચ્યા હતા. લૂંટ નિષ્ફળ ન જાય એ માટે લાલાએ તેના અંધશ્રધ્ધાળુ સાથીઓને માતાજીના કસમ આપ્યા હતા અને તેઓને લૂંટ કર્યા વગર પાછા ન આવવા જણાવ્યું હતું. આથી સાગરીતો હિંસક બન્યા હતા અને કંપનીમા લૂંટ ચલાવી પ્રતિકાર કરનારા 3 સિક્યુરિટી ગાર્ડની હત્યા કરી ફરાર થઈ ગયા હતા.

આ મામલામાં પોલીસની સ્નિફર ડોગ તેજીએ ઘણી મદદ કરી હતી અને પોલીસને લૂંટારુઓના છેલા આશ્રય સ્થાન સુધી પહોંચાડ્યા હતા. લૂંટારુઓ જે હોટલમાં રોકાયા હતા તેના CCTV ફૂટેજ પોલીસને તેઓ સુધી લઈ ગઈ હતી. પોલીસે આ મામલામાં ચન્દ્રપાલ ચૌધરી, સુનિલ ધાકડ, અનિલ દોતોડે, અંકુર સોલંકી અને દિવ્યેશ સીંદેની ધરપકડ કરી છે. જ્યારે મુખ્ય સૂત્રધાર લાલા સહિત 8 આરોપી હજુ ફરાર છે. આરોપીઓ પાસેથી પોલીસે દેશી બનાવટની પિસ્તોલ સહિત વાહનો મળી કુલ રૂપિયા 1.6 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બંધ કંપનીમાંથી માત્ર 6 મોટરની લૂંટ માટે 3-3 લોકોની હત્યાની થિયરી હજુ ગળે નથી ઉતરી રહી ત્યારે મુખ્ય આરોપી લાલાની ધરપકડ બાદ મોટો ઘટસ્ફોટ થાય તો નવાઈ નહીં.

Intro:અંકલેશ્વરના ઉંટિયાદરા ગામની બંધ કંપનીમાં 3 સિક્યુરિટી ગાર્ડની હત્યા કરી લૂંટ ના ગુન્હાને અંજામ આપનાર 5 આરોપીની ભરૂચ પોલીસે ધરપકડ કરી છે, મુખ્ય સૂત્રધારે અન્ય આરોપીને માતાજીના કસમ આપી લૂંટ કરાવી હોવાનો ખુલાસો

Body:કુખ્યયાત આરોપીએ સ્થાનિક ચોરની મદદ લઇ ગુન્હાને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું

Conclusion:અંકલેશ્વરના ઉંટિયાદરા ગામ નજીક આવેલ અને છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં રહેલ પી.જી.ગ્લાસ કંપનીને ગત તારીખ 17 સપ્ટેમ્બરની રાત્રીએ ધાડપાડુઓએ નિશાન બનાવી હતી અને કંપની સુરક્ષા કરતા 3 સિક્યુરિટી ગાર્ડ દેવા રબારી,પીરા રબારી અને ગોવા રબારીની ઘાતકી હત્યા કરી લૂંટ ના ગુન્હાને અંજામ આપ્યો હતો.લૂંટ વિથ ટ્રિપલ મર્ડરની ઘટનાથી જિલ્લા ભરની પોલીસ દોડતી થઈ હતી અને આરોપીઓને પકડવા આકાશ પાતાળ એક કરી દીધા હતા જેમાં પોલીસને સફળતા મળી છે અને પોલીસે સુરતના અમરોલી વિસ્તારના કોસાડ આવાસમાં રહેતા આરોપીની ધરપકડ કરી છે.અમરોલી સ્થિત કોસાડ આવાસમાં રહેતા લાલા નામના કુખ્યાત આરોપીને કોલોનીમાં રહેતા કેટલાક લબર મુછીયાઓ નાની મોટી ચોરી કરતા અને અંધશ્રદ્ધાળુ હોવાનું ધ્યાને આવ્યું હતું. અગાઉ લાલાએ પી.જી.ગ્લાસ કંપનીમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ પણ કર્યો હતો આથી તેણે 13 લોકોની ટોળકી બનાવી ફરી કંપનીમાંથી ભંગાર ચોરીનો પ્લાન ઘડ્યો હતો.તારીખ 17મી રાત્રીએ આ આરોપીઓ બે વાહનોમાં પી.જી.ગ્લાસ કંપની નજીક પહોંચ્યા હતા. લૂંટ નિષ્ફળ ન જાય એ માટે લાલાએ તેના અંધશ્રધ્ધાળુ સાથીઓને માતાજીના કસમ આપ્યા હતા અને તેઓને લૂંટ કર્યા વગર પાછા ન આવવા જણાવ્યું હતું આથી સાગરીતો હિંસક બન્યા હતા અને કંપનીમા લૂંટ ચલાવી પ્રતિકાર કરનાર 3 સિક્યુરિટી ગાર્ડની હત્યા કરી દીધી હતી અને ફરાર થઈ ગયા હતા. આ મામલામાં પોલીસની સ્નિફર ડોગ તેજીએ ઘણી મદદ કરી હતી અને પોલીસને લૂંટારુઓના છેલા આશ્રય સ્થાન સુધી પહોંચાડ્યા હતા. લૂંટારુઓ જે હોટલમાં રોકાયા હતા તેના સીસીટીવી ફૂટેજ પોલીસને તેઓ સુધી લઈ ગઈ હતી.પોલીસે આ મામલામાં ચન્દ્રપાલ ચૌધરી, સુનિલ ધાકડ, અનિલ દોતોડે,અંકુર સોલંકી અને દિવ્યેશ સીંદેની ધરપકડ કરી છે જ્યારે મુખ્ય સૂત્રધાર લાલા સહિત 8 આરોપી હજુ ફરાર છે. આરોપીઓ પાસેથી પોલીસે દેશી બનાવટની પિસ્તોલ સહિત વાહનો મળી કુલ રૂપિયા 1.6 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો છે.બંધ કામોણીમાંથી માત્ર 6 મોટરની લૂંટ માટે 3-3 લોકોની હત્યાની થિયરી હજુ ગળે નથી ઉતરી રહી ત્યારે મુખ્ય આરોપી લાલાની ધરપકડ બાદ મોટો ઘટસ્ફોટ થાય તો નવાઈ નહીં
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.