ભરુચઃ અંકલેશ્વર બી ડિવિઝનને આધારા પુરાવા વગર થતી ગુટકાની હેરફેર પકડી પાડવામાં સફળતા મળી છે. જેમાં પોલીસે 2 આરોપી સહિત 18 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે ગેરકાયેદસર હેરફેર કરવમાં આવતા વિમલ ગુટકાના 1,56,000 પાઉચ કબ્જે કરી લીધા છે.
સમગ્ર ઘટનાક્રમઃ અંકલેશ્વરના નેશનલ હાઈવે નં.48 પર મોતાલી પાટીયા પાસે આ ઘટના ઘટી હતી. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસના પીઆઈ વી. કે. ભુતિયા અને તેમનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને આધાર પુરાવા વગર ગુટકાની હેરફેરની બાતમી મળી હતી. આ બાતમીને આધારે પોલીસે મોતાલી પાટીયા પાસે એક ટ્રકને આંતરીને તપાસ કરી હતી. જેમાં વિમલ ગુટકાના 1,56,000 પાઉચ મળી આવ્યા હતા. જેની કિંમત કુલ રુપિયા 6.24 લાખ જેટલી થવા જાય છે. આ ઉપરાંત 10 લાખની કિંમતની ટ્રક, 2 લાખ રુપિયાની કિંમતનું એક ફોર વ્હીલર, 4400 રુપિયાની કિંમતના બે મોબાઈલ એમ કુલ મળીને 18,29,000 રુપિયાનો મુદ્દામાલ ઝડપી લીધો છે. આ કેસમાં પોલીસે ટ્રકનું પાયલોટિંગ કરતા સાજીત ઈલિયાસ એહમદ ભમેરી અને અન્ય એક આરોપી ઈદરીશ ઉર્ફે ભુરિયાની ધરપકડ કરી લીધી છે.
પોલીસ કાર્યવાહીઃ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે 18 લાખ 29 હજારના મુદ્દામાલ સાથે આધાર પુરાવા વિના થતી વિમલ ગુટકાની હેરફેર પકડી લીધી છે. આ સાથે 2 આરોપીને પણ ઝડપી લીધા છે. પોલીસને પ્રાથમિક પુછપરછમાં આ આરોપીઓ અન્ય ગુનામાં પણ સંડોવાયેલા હોવાનું માલૂમ પડ્યું છે. પોલીસ આરોપીઓની ઉલટ તપાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરશે.