ભરૂચ અને અંકલેશ્વર રેલવે સ્ટેશનને ISO પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા અપાયેલા નિર્દેશોને ભરૂચ અંકલેશ્વર સહિત ૮ રેલવે સ્ટેશનોએ પૂર્ણ કરતા પ્રમાણપત્ર એનાયત કરવમ આવ્યા હતા. પશ્વિમ રેલવેના વડોદરા મંડલમાં આવતા ૮ રેલવે સ્ટેશનોને ISO પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા છે. જેમાં ભરૂચ અને અંકલેશ્વર રેલવે સ્ટેશનનો પણ સમાવેશ થાય છે.
નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા રેલવે સ્ટેશનોને વિવિધ નિર્દેશો આપવામાં આવ્યા હતા. જેનો લક્ષ્યાંક પૂર્ણ કરતા ભરૂચ અંકલેશ્વર સહિત ૮ રેલવે સ્ટેશનને આ પ્રમાણ પત્ર એનાયત કરવામાં આવ્યા છે. મંડલ રેલ પ્રબંધક દેવેન્દ્ર કુમાર દ્વારા તમામ રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્ટરોને પ્રમાણપાત્રો એનાયત કરવામાં આવ્યા હતા. એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ સીસ્ટમ અંતર્ગત આ રેલવે સ્ટેશનો પર સુવિધા અને પર્યાવરણ અનુકુળ વાતાવરણનું મુલ્યાંકન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ અંકલેશ્વર રેલવે સ્ટેશને ઉત્કૃષ્ટ દેખાવ કરતા પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે.