ભરૂચઃ કોરોનાના પ્રકોપને લીધે જિલ્લો બે દિવસ કોરોના મુક્ત રહ્યા બાદ જંબુસરમાં કોરોના વાઇરસનો વધુ એક પોઝિટિવ કેસ નોધાતા ખળભળાટ મચી છે. જંબુસરના વડ ગામનો 18 વર્ષીય યુવાન સુરત જઈ પરત આવતા તેને કોરોના પોઝિટિવ આવ્યો છે અને છીદ્રા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર સેમ્પલ લેવાયા બાદ યુવાનને સારવાર અર્થે સ્પેશ્યિલ કોવડ જયાબહેન મોદી હોસ્પિટલ ખસેડાયો છે.
ભરૂચ જિલ્લો બે દિવસ કોરોના મુક્ત રહ્યા બાદ જંબુસરમાં કોરોના વાઇરસનો વધુ એક પોઝિટિવ કેસ નોધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
ભરૂચ જિલ્લામાં કોરોનાગ્રસ્ત દર્દીઓ સાજા થતા તેમને સ્પેશ્યિલ કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને ભરૂચ જિલ્લો કોરોના મુક્ત બન્યો હતો. જો કે બી દિવસ બાદ ભરૂચ જિલ્લામાં કોરોના વાઇરસનો વધુ એક પોઝિટિવ કેસ નોધાયો છે. જંબુસર તાલુકાના વડ ગામના 18 વર્ષના યુવાનને કોરોના પોઝિટિવ આવ્યો છે. વડગામનો યુવાન સાકીર પરમાર બે મહિનાથી સુરત રહેતો હતો. લોકડાઉનમાં છૂટ મળતા તે પરત તેના ગામ આવ્યો હતો. દરમિયાન તંત્ર દ્વારા તેના છીદ્રા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર સેમ્પલ લેવામાં આવ્યા હતા અને જેમાં તેને કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવતા યુવાનને અંકલેશ્વરની સ્પેશ્યિલ કોવિડ જયાબહેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
આ તરફ તંત્ર દ્વારા વડ ગામ અને તેની આસપાસ 14 કી.મી.મી ત્રિજ્યામાં આવતા ગામોની સરહદ સીલ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં હવે કોરોના વાઇરસના કુલ 28 પોઝિટિવ કેસ પૈકી 2 દર્દીના મોત નીપજ્યા છે અને 25 દર્દી સાજા થતાં તેઓને રજા આપવામાં આવી છે, ત્યારે હવે એક દર્દી સારવાર હેઠળ છે.