ETV Bharat / state

ભરૂચમાં રેમડેસીવીર ઇન્જેકશનની કાળા બજારીનું વધુ એક કૌભાંડ ઝડપાયું - ભરૂચ કાળાબજાર કૌભાંડ

સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે દેશમાં લોકો એમ્બ્યુલન્સ, ઓક્સિજન જેવી સેવા કરી રહ્યા છે. સાથે રેમડેસીવીર ઇન્જેક્શનના કૌભાંડ પણ સામે આવી રહ્યા છે. ત્યારે ભરૂચમાં પણ આવી એક ઘટના રેમડેસીવીર ઇન્જેક્શનની સામે આવી છે.

ભરૂચમાં રેમડેસીવીર ઇન્જેકશનની કાળા બજારીનું વધુ એક કૌભાંડ ઝડપાયું

author img

By

Published : May 6, 2021, 12:36 PM IST

  • 1 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી
  • 4 ઇન્જેક્શન મળી આવ્યા છે
  • અત્યારસુધી 5 લોકોને પોલીસે પકડ્યા હતા

ભરૂચઃ જિલ્લામાં કોરોના મહામારીની બીજી લહેરે કહેર વર્તાવ્યો છે. ત્યારે મેડિકલ માફિયાઓ પણ દર્દીઓની મજબુરીનો લાભ ઉઠાવી રેમડેસીવીર ઈન્જેક્શન તથા અન્ય મેડિકલ ઈન્સ્ટુમેન્ટની કાળાબજારી કરી રોકડી કરી રહ્યા છે. આવા સમયે જિલ્લા પોલીસ વડાની સૂચનાથી એલસીબીની ટીમ સતત મોનીટરિંગ કરી રહી છે. અગાઉ પણ ભરૂચ અંકલેશ્વરમાંથી ઈન્જેક્શનની કાળાબજારી કરનારા તબીબ સહિત અત્યારસુધી 5 લોકોને પોલીસે પકડ્યા હતા.

ભરૂચમાં રેમડેસીવીર ઇન્જેકશનની કાળા બજારીનું વધુ એક કૌભાંડ ઝડપાયુ

આ પણ વાંચોઃ રેમડેસીવીર ઇન્જેક્શન કૌભાંડમાં થરાદના 4 શખ્સોનો જામીન પર છુટકારો

વધુ એક શખ્સ પાસેથી 4 ઇન્જેક્શન મળ્યા

ભરૂચમાંથી બુધવારે વધુ એક શખ્સ મુબીન મકબુલ શરીફ ચૌહાણે ઉંચી કિંમતે રેમેડેસીવીર ઈન્જેક્શન વેચવા જતા વસીલા બસ સ્ટેન્ડ પાસેથી PI જે.એન ઝાલા તથા PSI એ.એસ.ચૌહાણની ટીમે 4 ઈન્જેક્શન રૂપિયા 13,960 સાથે ઝડપી પાડ્યો હતો. વાહન અને મોબાઈલ મળી કુલ 43,960નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ત્યારબાદ તેને બી-ડિવિઝન પોલીસના હવાલે કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.