ETV Bharat / state

અંકલેશ્વરના બાપુ નગરમાં જરૂરિયાત આંગણવાડીની, નગરપાલિકા દ્વારા મંજૂર કરાયા શૌચાલયો - Gujarat News

અંકલેશ્વરના બાપુ નગરમાં સ્થાનિક રહીશો દ્વારા બાળકો માટે આંગણવાડીની 3 વર્ષથી માગ કરવામાં આવી રહી છે જ્યારે નગરપાલિકા તંત્ર દ્વારા આંગણવાડીની જગ્યાએ જાહેર શૌચાલય મંજૂર કરવામાં આવ્યા છે.

અંકલેશ્વરના બાપુ નગરમાં જરૂરિયાત આંગણવાડીની પરંતુ નગરપાલિકા દ્વારા મંજૂર કરાયા શૌચાલયો

author img

By

Published : Oct 7, 2020, 2:15 PM IST

  • અંકલેશ્વરના બાપુ નગરમાં જરૂરિયાત આંગણવાડીની પરંતુ નગરપાલિકા દ્વારા મંજૂર કરાયા શૌચાલયો
  • ઘરે ઘરે શૌચાલય હોવાથી જાહેર શૌચાલયની જરૂરિયાત ન હોવાનો સ્થાનિકોનો આક્રોશ
  • બાળકો માટે આંગણવાડીની 3 વર્ષથી કરાઇ રહી છે માંગ પરંતુ નગર પાલિકા તંત્ર શૌચાલયો બનાવવા ઉતાવળીયું

અંકલેશ્વર: શહેરના બાપુ નગર વિસ્તારમાં સ્થાનિક રહીશો દ્વારા આંગણવાડીની જરૂર હોવાની પાલિકા સમક્ષ માંગણી કરી હતી પરંતુ તંત્ર દ્વારા જાહેર શૌચાલય બનાવવાની પેરવી ચાલી રહી છે. લોકોએ 3 વર્ષ પૂર્વે પાલિકામાં આ અંગે લેખિત રજૂઆત કરી હતી. છતા તંત્ર દ્વારા આ માગણી ધ્યાનમા લેવામાં આવતી ન હતી. જેથી સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો અને નગરપાલિકા પ્રમુખ સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી.

અંકલેશ્વર નગરપાલિકા વોર્ડ નંબર 3 માં આવેલા સ્લમ વિસ્તાર એવા બાપુ નગર ખાતે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જાહેર શૌચાલય બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી.

અંકલેશ્વરના બાપુ નગરમાં જરૂરિયાત આંગણવાડીની પરંતુ નગરપાલિકા દ્વારા મંજૂર કરાયા શૌચાલયો
અંકલેશ્વરના બાપુ નગરમાં જરૂરિયાત આંગણવાડીની પરંતુ નગરપાલિકા દ્વારા મંજૂર કરાયા શૌચાલયો

આ વિસ્તારમાં જાહેર શૌચાલયની જરૂરિયાત નથી પરંતુ સ્થાનિકોએ વર્ષ પૂર્વે આ વિસ્તારના બાળકો માટે આંગણવાડીની જરૂરિયાત છે આ અંગે 3 વર્ષ પૂર્વે પણ સ્થાનિકો દ્વારા નગરપાલિકા તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી છતા તંત્ર દ્વારા ધ્યીનમા લામાં આવતુ નથી જેથી સ્થાનિકોએ આક્રોશ ઠાલવ્યો હતો. અને શૌચાલય તેઓના ઘર પાસે બનાવી ઘર આગળ ગંદકી ફેલાશે સ્વચ્છતા અભિયાન ના બદલે અહીં ગંદકી થશે તેવી દહેશત વ્યક્તિ કરી હતી.

આ અંગે સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે, અહીં જાહેર શૌચાલયની જરૂર નથી પણ બાળકો માટે આંગણવાડી જરૂર છે. આ વિસ્તાર આંગણવાડી પણ નથી અને સ્કૂલ માટે પણ શહેરમાં જવું પડે છે ત્યારે બાળકો માટે ખાસ આંગણવાડી જરૂર છે. સ્થાનિકોએ આ અંગે નગરપાલિકા પ્રમુખને રજૂઆત કરી હતી. આ વોર્ડના નગરપાલિકા પ્રમુખે તેઓની રજૂઆત સાંભળી સ્થળ નિરીક્ષણ કરી તેઓના પ્રશ્નને ઉકેલવામાં આવ્યે ન હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.