ભરૂચઃ અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા લોકડાઉનના સમયમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાયએ રીતે નંબર અને જગ્યા ફાળવી શાકભાજીના વેચાણની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
કરોના વાઇરસનું સંક્રમણ અટકે માટે દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. તો સાથે જ સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાયએ પણ ખુબ જ જરૂરી બન્યું છે, ત્યારે અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા શહેરમાં શાકભાજીના વિતરણની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. નગર પાલિકા દ્વારા જીનવાલા સ્કુલના ગ્રાઉન્ડમાં અંતર રાખી શાકભાજીના વેપારીઓને જગ્યા તેમજ નંબર ફાળવવામાં આવ્યા છે.
લોકો દુર ઉભા રહી શાકભાજી ખરીદી શકે એ માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સામાન્ય રીતે શાકભાજી માર્કેટ અને રસ્તા પર ભારે ભીડ થતી હોય છે. જેને અટકાવવા નગર પાલિકા અને પોલીસ વિભાગ દ્વારા નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે.