- ભરૂચના તબીબે એક વૃદ્ધને પથરીમાંથી છુટકારો અપાવી નવજીવન આપ્યું
- 640 ગ્રામની પથરી નહિ પણ પથરો હોવાનો જિલ્લાનો પ્રથમ કિસ્સો
- વૃદ્ધના શરીરમાં 20 વર્ષથી વિકસી રહી હતી પથરી
ભરૂચઃ જિલ્લાના તબીબે દેડિયાપાડાના આદિવાસી વૃદ્ધન 640 ગ્રામ એટલે કે, અડધા કિલોથી વધુ વજનની પથરીની ગાઠનું ઓપરેશન કરી મુક્તિ અપાવી જીવ બચાવ્યો છે. શરીરમાં 20 વર્ષથી પથરી વિકસી રહી હતી. છેલ્લા 15 થી 20 વર્ષથી પથરીમાંથી પથરો બનેલી પથરી જોઈ તબીબ પણ ચોંકી ઉઠ્યા હતા. ઝીલ સર્જીકલના ડૉ જયંતીભાઈ વસાવા વિશ્વની ચોથા નંબરની સૌથી મોટી, દેશની 3 અને ભરૂચ જિલ્લાની પ્રથમ સૌથી મોટી પથરી અંગે જણાવ્યું હતુ. ખેત મજૂરી કરતા 62 વર્ષીય વૃદ્ધ મોતીસીંગના શરીરમાં 20 વર્ષથી પથરી વિકસી રહી હતી. જોકે તેઓને છેલ્લા 4 મહિના ઉપરાંતથી જ 640 ગ્રામની પથરીને લઈ તકલીફો શરૂ થઈ હતી. પેટમાં અસહ્ય દુખાવો, પેશાબમાં બળતરા, ચાલવામાં પણ ભારે તકલીફ અને ડાયેરિયાથી પીડાતા આ આદિવાસી વૃદ્ધ નિદાન માટે ભરૂચના તબીબ પાસે આવ્યા હતા. ત્યારે તબીબે તપાસ કરતા પથરી નહિ પણ મસમોટો પથરો બહાર કઢાયો હતો.
આ પણ વાંચોઃ અમદાવાદની સિવિલમાં વધુ એક સફળ સર્જરી, નાના બાળકના યકૃતમાં રહેલી ગાંઠ દૂર કરાઈ
તપાસ કરતા એક્સ-રેમાં ગાંઠ જેવું દેખાયું
તપાસ કરતા એક્સ-રેમાં ગાંઠ જેવું દેખાયું હતું, જોકે સોનોગ્રાફી કરનારા તબીબને દેખાતા તેઓ અચરજમાં મુકાઈ ફરી જાતે એક્સ-રે કરતા પથરીનું નિદાન થયું હતું. દર્દીનું તાત્કાલિક 2 જૂને અઢી કલાક ચાલેલા ઓપરેશનમાં 640 ગ્રામ વજન 4 ઇંચ લંબાઈ, 3 ઇંચ ઊંચાઈ અને પહોડાઈની પથરી નહિ પણ પથરો બહાર કઢાયો હતો. જો દર્દીના ઓપરેશનમાં 2 દિવસનો પણ વિલંબ થાત તો તેનું મૃત્યુ થવાની પુરી સંભવના હતી.
ક્રિએટિન 1.1 ના સ્થાને વધીને 12.70 થઈ ગયા
આટલા મોટા પથરા જેવી પથરીના કારણે 2 કિડની પણ ફેઈલ થઈ ગઈ છે. કિડની ફિલ્ટ્રેશન જે 90 % થવું જોઈએ તે પથરાના કારણે 4 ટકા જ થતું હતું. લોહીમાં યુરિયા પણ 40 ના સ્થાને વધીને 194 ઓપરેશન પહેલા હતું. જ્યારે ક્રિએટિન 1.1 ના સ્થાને વધીને 12.70 થઈ ગયા હતા. ઓપરેશનના 5 દિવસ બાદ વૃદ્ધની તબિયત સુધારા ઉપર હોવાનું અને તેમને ડાયાલિસિસ કરાવવાની પણ જરૂર નહીં રહે તેમ તબીબ ડૉ.જ્યંતી વસાવાએ જણવ્યું હતું.
ભરૂચમાં આગાઉ 1992માં પેહલી વખત 310 ગ્રામની પથરી કાઢી હતી
દેશમાં સૌથી મોટી પથરી ધરમપુરમાં વર્ષ 2018માં એક દર્દીના શરીરમાંથી 1365 ગ્રામની કાઢવામાં આવી હતી. જેને લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. જે પેહલા કાશ્મીરમાં એક દર્દીમાંથી 843 ગ્રામની પથરી નીકળી હતી. જ્યારે વિશ્વમાં અત્યાર સુધી 1900 ગ્રામ એટલે કે, 2 કિલો જેટલી પથરી બ્રાઝીલમાં એક દર્દીમાંથી શસ્ત્રક્રિયા દ્વારા કઢાઈ હતી. ડ઼ૉ. જયંતીભાઈ વસાવાએ જ ભરૂચમાં આગાઉ 1992માં પેહલી વખત 310 ગ્રામની પથરી કાઢી હતી.